Home Gujarat Vadodara Vadodara Railway Station Behind Assault Case Police Investigation

વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક! : રેલવે સ્ટેશનપાસે મોડી રાત્રે જીવલેણ હુમલો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Jun 15, 2026, 05:50 AM IST

Vadodara News: ‘સંસ્કારી નગરી’ વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પાછળ આવેલા વિસ્તારમાં મોડી રાત્રે લોહીયાળ હુમલાની વધુ એક ઘટના સામે આવતા સ્થાનિકોમાં ફાળ પડી છે. હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવતા વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે.

પુરાતત્વ વિભાગની નોટિસ વચ્ચે ભરૂચમાં ગરમાયું રાજકારણ : જુમ્મા મસ્જિદ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકાયો, તંત્ર એલર્ટ

સામાન્ય બોલાચાલી બાદ છડી વડે હુમલો

મળતી માહિતી મુજબ, વડોદરા રેલવે સ્ટેશન પાછળ સમ્રાટ હોટલ પાસે મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ મામલો ઉગ્ર બન્યો હતો અને અસામાજિક તત્વોએ એક વ્યક્તિ પર છડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તલવાર સાથે ત્રાટક્યા હુમલાખોરો?

ઇજાગ્રસ્ત વ્યક્તિએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હુમલાખોરો તલવારો અને અન્ય ઘાતક હથિયારો સાથે ખાનગાહ મહોલ્લામાં પહોંચ્યા હતા. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ, આ શખ્સોએ હથિયારો લહેરાવીને લોકોને ધમકીઓ આપી હતી, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજમાં કેટલાક શખ્સો શંકાસ્પદ હાલતમાં દેખાઈ રહ્યા છે, જેના આધારે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

રંગીનમિજાજી લોકોને ખુશ કરવા સુરતની હોટલમાં ચાલતું હતું કુટણખાનું! : જાણો કેવી રીતે ચાલતો હતો સમગ્ર ખેલ?

લોકોમાં રોષ અને પોલીસ કાર્યવાહી

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. લોકોએ માંગ કરી છે કે આવા તત્વો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે.

પોલીસની ભૂમિકા

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. CCTV ફૂટેજ અને સ્થાનિક પૂછપરછના આધારે હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં વારંવાર બનતી આવી ઘટનાઓ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી આરોપીઓની ધરપકડ કરે છે.

ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? : ખેડૂતો માટે કયો સમય છે મહત્વનો?, જાણો અંબાલાલ પટેલ, હવામાન વિભાગ અને નિષ્ણાતોએ શું કરી આગાહી


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now