Home National Mamata Banerjee Fir Demand Eid Remark West Bengal Row

મમતા બેનર્જી સામે નોંધાઈ FIR : ઈદના કાર્યક્રમમાં એવું તે શું બોલી ગયા દીદી?

Mamata Banerjee FIR
Published by: Viral Patel
Last Updated: May 26, 2026, 11:48 AM IST

Mamata Banerjee FIR: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે સિલિગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ભાજપ કાર્યકર્તા અને વકીલ રિંકી ચેટર્જીએ તેમના પર ઈદના કાર્યક્રમમાં હિંદુઓ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.

1.12 કરોડ ચૂકવ્યા પછી ખબર પડી, જમીન કોઈ બીજાની! : અમદાવાદના સાંતેજમાં જમીન સોદામાં કરોડોનો ફ્રોડ સામે આવ્યો

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. તેમની સામે સિલિગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે તેમણે ઈદના એક કાર્યક્રમ દરમિયાન હિંદુઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલાએ બંગાળના રાજકારણમાં નવો વિવાદ ઊભો કરી દીધો છે.

માહિતી અનુસાર, આ ફરિયાદ ભાજપ કાર્યકર્તા અને વકીલ રિંકી ચેટર્જી તરફથી નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મમતા બેનર્જીએ ચૂંટણીના માહોલ દરમિયાન અને ઈદના કાર્યક્રમમાં એવા નિવેદનો આપ્યા, જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ફરિયાદકર્તાનો આરોપ છે કે તેમણે અગાઉ પણ આ મામલે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

સોમનાથ ટ્રસ્ટની ભક્તોને ચેતવણી : VIP દર્શનના નામે ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહેવા કરી અપીલ

TMCમાં આખરે શું ચાલી રહ્યું છે?

અહેવાલો અનુસાર, આ વિવાદ એ નિવેદન સાથે જોડાયેલો છે જેમાં મમતા બેનર્જીએ ભાજપની રાજનીતિ પર નિશાન સાધતા કેટલીક ટિપ્પણીઓ કરી હતી. ભાજપના નેતાઓએ આ નિવેદનોને હિંદુ સમાજ વિરોધી ગણાવ્યા છે અને તેને ભડકાઉ રાજનીતિ ગણાવી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓનું કહેવું છે કે મમતા બેનર્જીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર મામલાની વચ્ચે બંગાળનું રાજકારણ વધુ ગરમાયું છે. તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને પક્ષની અંદર પણ અસંતોષના અહેવાલો સામે આવી રહ્યા છે. ફલતા બેઠક પર ભાજપની મોટી જીત બાદ વિપક્ષ સતત ટીએમસી પર પ્રહારો કરી રહ્યો છે.

જામનગરમાં જબરું થયું! : જેલમાંથી સીધા મનપાની સામાન્ય સભામાં પહોંચ્યા કોર્પોરેટરો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now