વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશોમાંના એક મલેશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. મલેશિયાના રાજા સુલતાન ઇબ્રાહિમે અમેરિકાના બ્લેક હોક ફાઇટર હેલિકોપ્ટર ખરીદવાનો કરાર રદ કરવાનો નિર્ણય લીધો છે.
રાજાની કડક ટિપ્પણી
16 ઓગસ્ટે મલેશિયાની સ્પેશિયલ સર્વિસ રેજિમેન્ટની 60મી વર્ષગાંઠે રાજાએ કહ્યું કે “બ્લેક હોક એક ઉડતી શબપેટી છે.”
તેમણે ચેતવણી આપી કે સંરક્ષણ મંત્રાલયે 30 વર્ષ જૂના હેલિકોપ્ટર ખરીદવાની ભૂલ ન કરવી જોઈએ.
રાજાએ 1982માં થયેલા A-4 સ્કાયહોક વિમાન ખરીદી કૌભાંડનું ઉદાહરણ આપીને કહ્યું કે મંત્રાલયે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ.
કરારને રદ કરવાની પાછળનું કારણ
મે 2023માં મલેશિયાએ સ્થાનિક સપ્લાયર એરોટ્રી ડિફેન્સ એન્ડ સર્વિસીસ સાથે પાંચ વર્ષ માટે 57 મિલિયન સિંગાપોર ડોલરમાં ચાર સિકોર્સ્કી UH-60A+ બ્લેક હોક હેલિકોપ્ટર ભાડે લેવા કરાર કર્યો હતો.
ઓક્ટોબર 2024 સુધી પહેલું હેલિકોપ્ટર ન મળતાં, સંરક્ષણ મંત્રાલયે નવેમ્બર 2024માં ઓર્ડર રદ કર્યો.
ત્યારબાદ ઓગસ્ટ 2025માં નવા કરારની વાત બહાર આવી, પરંતુ રાજાની ચેતવણી બાદ આખી યોજના જ રદ કરવામાં આવી.