Home Gujarat Local Body Election Geniben Thakor Bjp Attack Vav Tharad Gujarat

ભાજપ પર વરસી પડ્યાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર : "...તો તમારે ઢાંકણીમાં પાણી લઇને ડુબી જવું પડે", જાણો ભાજપ પર કેમ ધુઆંપુઆં થઈ બનાહની બેની

વાવ વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ગેનીબેન ઠાકોરનું સંબોધન
Play Video
Published by: Vishal Dave
Last Updated: Apr 05, 2026, 10:19 AM IST

વાવ-થરાદમાં કોંગ્રેસનો આક્રમક પ્રચાર

ગેનીબેનના નિવેદનથી રાજકારણ ગરમાયું

“સોનાની લંકા બનાવવાની વાતો ક્યાં ગઈ?”

ગેનીબેન ઠાકોરે ભાજપને પૂછ્યા સવાલ

Gujarat Congress News Update: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બ્યુગલ ફુંકાઈ ચુક્યું છે. રાજ્યમાં હાલ પાલિકાથી લઈને પંચાયત સુધીની હજારો બેઠકો પર એક સાથે ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજકીય પક્ષો દ્વારા હાલ પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વાવ-થરાદ જિલ્લામાં એક ચૂંટણી બેઠકને સંબોધતી વખતે બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપ પર બરાબરના વરસી પડ્યાં.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભાષણો વધુ આક્રમક બની રહ્યા છે. બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા સત્તાધારી પક્ષના વિકાસ દાવાઓને ખુલ્લેઆમ પડકાર્યા છે. તેમના નિવેદનોએ માત્ર રાજકીય ચર્ચાને જ નહીં, પરંતુ મતદારોના મનમાં પણ નવા સવાલો ઊભા કર્યા છે.

"30-30 વર્ષથી સત્તામાં છો છતાં...તમારે તો ઢાંકણીમાં પાણીને ડુબી જવું પડે"

ગેનીબેન ઠાકોરે કાર્યકરો અને સ્થાનિકોને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યુંકે, ઉલડી-ઉલડીને ભાજપને વોટ આપનારોને કહેજો કે જે લોકો અહીં સોનાની લંકા બનાવવાનું કહેતા હતા એ ક્યાં ખોવાઈ ગયા. એ લોકોએ આપણાં વિસ્તારના વિકાસ માટે કંઈ કર્યું નથી. મુખ્યમંત્રી પણ અહીં આવીને વાયદા કરીને ગયા હતા, જોકે હજુ સુધી કોઈ કામો થયા નથી. હવે આ લોકોનો ભરોસો કરતા નહીં. આ સાથે જ ભાજપ પર આકારા પ્રહાર કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું હતુંકે, "30-30વર્ષથી સત્તા પર છો, છતાં આજેય કોંગ્રેસના કાર્યકરોને ગોતીને ઉમેદવાર બનાવવા પડે છે તો તમારે ઢાંકણીમાં પાણી લઇને ડુબી જવું પડે. “30 વર્ષ સત્તામાં છતાં કામ કોઈ કામ નથી થયા”: વાવ-થરાદમાં ગેનીબેન ઠાકોરનો ભાજપ પર આકરો પ્રહાર, ચૂંટણી પહેલા રાજકીય તાપમાન વધ્યું.

વિકાસ મુદ્દે ભાજપને પડકાર, “સોનાની લંકા”ના વાયદા પર સવાલ

ગેનીબેન ઠાકોરે ભાજપના વિકાસના દાવાઓને સીધો પડકાર આપ્યો. તેમણે જણાવ્યું કે ચૂંટણી સમયે “સોનાની લંકા” બનાવવાના મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વાયદાઓ કાગળ પર જ રહી જાય છે. તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, “જે લોકોને તમે વર્ષો સુધી મત આપ્યા, તેમણે શું કામ કર્યું છે તે હવે તમે જાતે જ જુઓ.”

મુખ્યમંત્રીના વાયદા પર ટિપ્પણીઃ

ગેનીબેને કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી પણ આ વિસ્તારમાં આવીને અનેક વાયદા કરીને ગયા હતા, પરંતુ હજુ સુધી કોઈ મોટા વિકાસ કામો પૂર્ણ થયા નથી. આ નિવેદનથી સ્થાનિક વિકાસના મુદ્દાને ચૂંટણીમાં કેન્દ્રસ્થાને લાવવાનો કોંગ્રેસનો પ્રયાસ સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપ વોર્ડ દીઠ તૈયાર કરશે 12 નામોની પેનલ : જાણો 12 માંથી કેવી રીતે નક્કી કરવામાં આવશે 4-4 નામો

કોંગ્રેસની ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી, ગામડે ગામડે સંપર્કઃ

કોંગ્રેસ હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે સક્રિય બની છે. ગેનીબેન ઠાકોર પોતે સતત ગામડે ગામડે ફરીને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. આ રીતે પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર મતદારો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારના આક્રમક ભાષણોથી કોંગ્રેસના કાર્યકરોમાં પણ નવી ઉર્જા જોવા મળી રહી છે. પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા માટે સ્થાનિક સ્તરે બેઠક અને સેન્સ પ્રક્રિયા પણ ચાલુ છે.

ભાજપ માટે મોટો પડકાર

ભાજપ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં સત્તામાં છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષો માટે એન્ટી-ઇન્કમ્બન્સી મુદ્દો સૌથી મોટો હથિયાર બની શકે છે. ગેનીબેન ઠાકોરે પણ પોતાના ભાષણમાં આ જ મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો છે. ભાજપ સતત વિકાસના મુદ્દા પર ચૂંટણી લડે છે, પરંતુ કોંગ્રેસ હવે સ્થાનિક સ્તરે વિકાસના અભાવના મુદ્દાઓ ઉઠાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જો આ મુદ્દાઓ મતદારો સુધી અસરકારક રીતે પહોંચે તો ચૂંટણી પરિણામો પર તેનો અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ પાલિકા-પંચાયતની ચૂંટણી માટે આજે મૂરતિયા જાહેર કરશે કોંગ્રેસ : સામે આવ્યું સંભવિત ઉમેદવારોનું સીક્રેટ લીસ્ટ! જાણો રીવાબા જાડેજાના નણંદ ક્યાંથી લડશે ચૂંટણી

ચૂંટણી પહેલા વધતો રાજકીય ગરમાવો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. આ કારણે દરેક પક્ષ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. વાવ-થરાદ જેવા વિસ્તારોમાં જોવા મળતા આક્રમક નિવેદનો અને પ્રચાર દર્શાવે છે કે આગામી દિવસોમાં રાજકીય ટક્કર વધુ તીવ્ર બનશે.

ગેનીબેન ઠાકોરના નિવેદનો માત્ર રાજકીય હુમલો નથી, પરંતુ તે સ્થાનિક વિકાસ, શાસન અને જવાબદારી જેવા મુદ્દાઓને ચૂંટણીના કેન્દ્રમાં લાવે છે. આ પ્રકારના મુદ્દાઓ મતદારોને સીધા અસર કરે છે, જેના કારણે ચૂંટણીના પરિણામો પર તેનો સીધો પ્રભાવ પડી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં વિકાસના મુદ્દા વધુ સંવેદનશીલ હોય છે, ત્યાં આ પ્રકારના નિવેદનો મતદાનના વલણને બદલી શકે છે.

વાવ-થરાદમાં ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ પર કરવામાં આવેલા આકરા પ્રહારોએ ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાવી દીધો છે. કોંગ્રેસ જ્યાં વિકાસના મુદ્દાઓને લઈને ભાજપને ઘેરી રહી છે, ત્યાં ભાજપ માટે આ આરોપોનો મજબૂત જવાબ આપવો જરૂરી બન્યો છે. આગામી દિવસોમાં આ રાજકીય ટક્કર વધુ તેજ બનવાની શક્યતા છે, જે સ્થાનિક ચૂંટણીને વધુ રસપ્રદ અને નિર્ણાયક બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now