Home National Lashkar Terrorist Shabbir Lone Arrested Delhi Isi Module India Security Update

દિલ્હી બોર્ડરથી લશ્કર આતંકી શબ્બીર લોન ઝડપાયો : ISIના ઇશારે ભારતમાં બનાવતો હતો મોડ્યુલ

Lashkar terrorist Shabbir Lone arrest
Published by: Nirali Gohil
Last Updated: Mar 30, 2026, 06:15 AM IST

નવી દિલ્હી: દેશની સુરક્ષા એજન્સીઓએ એક ગુપ્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ખૂંખાર આતંકી શબ્બીર અહેમદ લોનને દિલ્હી બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ આતંકી બાંગ્લાદેશમાં બેસીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારતમાં લશ્કરનું એક નવું આતંકવાદી મોડ્યુલ તૈયાર કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ મળેલી ચોક્કસ બાતમીના આધારે વ્યૂહાત્મક જાળ બિછાવીને તેને રાજધાનીની સરહદ પરથી દબોચી લીધો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, શબ્બીર અહેમદ લોન સરહદ પારથી મળતી સૂચનાઓ મુજબ, ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપવાના મિશન પર હતો. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીદારો છુપાયેલા છે અને તેઓ કયા મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા તે અંગે તપાસ એજન્સીઓ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે. આ ધરપકડને આગામી તહેવારો અને દેશની આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

ISI ના ઈશારે બાંગ્લાદેશથી ચલાવતો હતો આતંકી નેટવર્ક

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શબ્બીર અહેમદ લોન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે બાંગ્લાદેશને પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હતું. ત્યાંથી તે સીધો પાકિસ્તાની હેન્ડલર્સ અને ISI ના સંપર્કમાં હતો. આ મોડ્યુલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વિવિધ શહેરોમાં અસ્થિરતા ફેલાવવાનો અને યુવાનોને આતંકવાદના રસ્તે વાળવાનો હતો. તાજેતરમાં દિલ્હી અને દક્ષિણ ભારતમાં લશ્કરના જે મોડ્યુલનો પર્દાફાશ થયો હતો, તેની પાછળ પણ આ આતંકીનો હાથ હોવાની આશંકા છે.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા પતાવી લો આ 5 મહત્વના કામ : નહીંતર 1લી એપ્રિલથી ખિસ્સા પર પડશે મોટો બોજ; જાણો નવા નિયમો

દિલ્હી અને કોલકાતામાં લગાવ્યા હતા ભારત વિરોધી પોસ્ટરો

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, શબ્બીર લોનના ઈશારે જ દિલ્હી અને કોલકાતાના અનેક વિસ્તારોમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો દ્વારા દેશની એકતા અને અખંડિતતાને પડકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીઓ લાંબા સમયથી આ નેટવર્ક પાછળ હતી અને અંતે આ માસ્ટરમાઇન્ડને ઝડપી લેવામાં સફળતા મળી છે.

તિહાર જેલમાં કાપી ચૂક્યો છે 11 વર્ષની સજા

શબ્બીર અહેમદ લોન સુરક્ષા એજન્સીઓ માટે કોઈ નવું નામ નથી. વર્ષ 2007 માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેની પાસેથી AK-47 અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. તે સમયે તેના તાર સીધા લશ્કરના આકા હાફિઝ સઈદ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. તે વર્ષ 2018 સુધી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો. જેલમાંથી બહાર આવ્યા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ચૂંટણી જીતવા માટે તંત્ર-મંત્રનો સહારો, અહીં ઘેર-ઘેર છે તાંત્રિકો
હવે રેશનિંગની દુકાન જ નહીં...
હિમાચલમાં હિમવર્ષા તો દિલ્હીમાં વરસાદનું ‘યલો એલર્ટ’
આજે 30 માર્ચ