Mehsana News: ચોમાસાની ધમાકેદાર બેટિંગ વચ્ચે મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદના કારણે કડીના નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને વાહનવ્યવહાર માટે મહત્વના એવા અંડરપાસમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેને પગલે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા અને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
વેરાવળને જળબંબાકારમાંથી બહાર લાવવા પાલિકાની યુદ્ધસ્તરની કવાયત : 140થી વધુ કર્મચારીઓ મેદાને
૩ અંડરપાસ બંધ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો
મળતી માહિતી મુજબ, કડીમાં આવેલા ૩ મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફિક અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જો કે, ડાયવર્ટ કરાયેલા વૈકલ્પિક રસ્તાઓ પર પણ વાહનોનો ભારે ધસારો થતાં વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા અને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા સ્થળ પર
સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલીની જાણ થતાં જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને પોતે મેદાને ઉતર્યા હતા. તેઓએ પૂરની સ્થિતિની ગંભીરતાને સમજીને સીધા જ પ્રભાવિત અંડરપાસ અને ટ્રાફિક જામવાળા સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઇ-મેઇલ મળતા તંત્ર દોડતું થયું
નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકોની હાલાકી દૂર કરવી એ આપણી પ્રાથમિકતા છે. તંત્રએ યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરવી પડશે."
સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગને કડક સૂચના
સ્થળ પર પહોંચીને નીતિન પટેલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે અંડરપાસમાંથી પાણીનો નિકાલ ઝડપથી કરવા અને વાહનચાલકો માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે જરૂરી તમામ પગલાં ભરવા કડક સૂચનાઓ આપી હતી. નીતિન પટેલની આ સક્રિયતાને કારણે તંત્ર પણ દોડતું થયું છે અને પરિસ્થિતિને થાળે પાડવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.






