Home Education/Career Jee Advanced 2026 Admit Card Released Download Hall Ticket Link Exam Guidelines

JEE Advanced 2026 એડમિટ કાર્ડ જાહેર : જાણો હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

JEE Advanced 2026
Published by: Nirali Gohil
Last Updated: May 11, 2026, 11:16 AM IST

JEE Advanced 2026: દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓ એટલે કે IITમાં પ્રવેશ મેળવવા માટેની આખરી કસોટી સમાન JEE એડવાન્સ્ડ પરીક્ષા હવે નજીક છે. આ વર્ષે પરીક્ષાનું આયોજન IIT રૂરકી દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાએ પરીક્ષાના સાત દિવસ પહેલા જ એડમિટ કાર્ડ ઇશ્યૂ કરી દીધા છે જેથી વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રની વિગતો જાણી શકે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનો રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી વિગતો દાખલ કરવાની રહેશે.

વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેમાં રહેલી વિગતો જેવી કે નામ, ફોટો અને પરીક્ષા કેન્દ્રનું સરનામું બરાબર ચકાસી લે. જો કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક ઝોનલ આઈઆઈટીનો સંપર્ક કરવો અનિવાર્ય છે.

JEE Advanced 2026: પરીક્ષાનો કાર્યક્રમ અને સમય

પરીક્ષા આગામી 17 મે, 2026 ના રોજ બે ફરજિયાત શિફ્ટમાં યોજાશે. એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ઉમેદવારે બંને પેપર આપવા જરૂરી છે.

  • પેપર 1: સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી

  • પેપર 2: બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી

  • નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે દરેક પેપરમાં 1 કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવશે.

NEET UG 2026 પેપર લીક?: વાયરલ થયેલા પ્રશ્નપત્રમાંથી 140 પ્રશ્નો બેઠા પૂછાયા, રાજસ્થાન SOGના ખુલાસાથી ફફડાટ

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

  1. સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ.

  2. હોમ પેજ પર દેખાતી “Admit Card Download” લિંક પર ક્લિક કરો.

  3. હવે તમારો રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ દાખલ કરો.

  4. લોગિન બટન પર ક્લિક કરતા જ સ્ક્રીન પર તમારું એડમિટ કાર્ડ દેખાશે.

  5. આ કાર્ડને ડાઉનલોડ કરો અને પરીક્ષા માટે તેની કલર પ્રિન્ટ આઉટ કાઢી લો.

10 પાસ માટે ભારતીય સેનામાં સુવર્ણ તક: જાણો સંપૂર્ણ વિગતો

પરીક્ષા પદ્ધતિ અને નેગેટિવ માર્કિંગ

JEE એડવાન્સ્ડ પરીક્ષા કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે અને ઉમેદવારો પરીક્ષા દરમિયાન ગમે ત્યારે ભાષા બદલી શકશે.

  • માર્કિંગ: સાચા જવાબ માટે 4 ગુણ મળશે.

  • નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ બદલ 1 ગુણ કાપવામાં આવશે.

  • જવાબ ન આપેલા પ્રશ્નો માટે કોઈ માર્કસ કપાશે નહીં.

રેલવેમાં સરકારી નોકરીનો સુવર્ણ અવસર!: કોઈપણ પરીક્ષા કે ઇન્ટરવ્યુ વગર સીધી પસંદગી, જાણો ખાલી જગ્યાઓ અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

પરીક્ષાના દિવસે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો

  • ઓળખપત્ર: પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડની સાથે એક માન્ય ફોટો આઈડી પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા પાસપોર્ટ) લઈ જવું ફરજિયાત છે.

  • રિપોર્ટિંગ ટાઈમ: એડમિટ કાર્ડમાં જણાવેલા રિપોર્ટિંગ સમય મુજબ જ કેન્દ્ર પર પહોંચવું. મોડા આવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

  • પ્રિન્ટ આઉટ: એડમિટ કાર્ડની પ્રિન્ટ સ્પષ્ટ હોવી જોઈએ જેથી ફોટો અને સહી બરાબર ઓળખી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now