દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. 3 મે, 2026ના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હોવાની આશંકા હવે તપાસમાં સાચી સાબિત થતી જણાય છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે પરીક્ષાના બે દિવસ પહેલા જ 140 પ્રશ્નો સોશિયલ મીડિયા અને અંગત નેટવર્ક પર વાયરલ થઈ ગયા હતા, જે અસલી પેપરમાં બેઠા જોવા મળ્યા છે.
મેડિકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET UG પરીક્ષામાં ગેરરીતિના વાદળો ઘેરાયા છે. રાજસ્થાન SOG ની તપાસ મુજબ, 1 મેના રોજ સીકર વિસ્તારમાં એક 'ગેસ પેપર' ફરતું થયું હતું. આ હાથથી લખાયેલા પ્રશ્નપત્રમાં કુલ 300 પ્રશ્નો હતા. જ્યારે 3 મેના રોજ અસલી પરીક્ષા લેવાઈ ત્યારે નિષ્ણાતો અને તપાસ એજન્સીઓ સ્તબ્ધ રહી ગઈ હતી, કારણ કે તે 300 પ્રશ્નોમાંથી 140 પ્રશ્નો અસલી પેપરમાં પૂછાયા હતા. આ ઘટનાએ દેશભરના લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલો ઉભા કર્યા છે.
ભગવાન આવી પત્ની કોઈને ના આપે!: પ્રેમી સાથે ઐયાશી માટે પત્નીએ પતિ સાથે જે હરકત કરી એ તમે કયારેય નહીં વિચારી હોય
600 માર્કસનો મોટો ખેલ: વિકલ્પોનો ક્રમ પણ ન બદલાયો!
NEET ની પરીક્ષા કુલ 720 ગુણની હોય છે, જેમાં દરેક સાચા જવાબના 4 ગુણ મળે છે. પરીક્ષા પહેલા જ 140 પ્રશ્નો બહાર આવી જવાનો અર્થ એ છે કે અંદાજે 600 ગુણનું પેપર લીક થઈ ગયું હતું. તપાસમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ પ્રશ્નોના નીચે આપેલા વિકલ્પો (A, B, C, D) નો ક્રમ પણ અસલી પેપર જેવો જ હતો. આ સાબિત કરે છે કે આ માત્ર કોઈ અટકળ કે 'ગેસ પેપર' નહોતું, પરંતુ સુનિયોજિત રીતે લીક કરાયેલું પેપર હતું.
MBBS ના વિદ્યાર્થીએ રચ્યું કાવતરું: 20 હજારથી 2 લાખમાં વેચાયું પેપર
SOG ની તપાસનો છેડો છેક કેરળ સુધી પહોંચ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેરળની એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને મૂળ રાજસ્થાનના ચુરુના રહેવાસી એવા એક MBBS વિદ્યાર્થીએ આ પેપર લીક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 1 મેના રોજ સીકરમાં તેના મિત્રોને આ પ્રશ્નો મોકલ્યા હતા. ત્યારબાદ આ સામગ્રી કોચિંગ માફિયાઓ, પીજી સંચાલકો અને કરિયર કાઉન્સેલરોના નેટવર્ક દ્વારા હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી હતી. શરૂઆતમાં આ પેપરના 2 લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવ્યા હતા, પરંતુ પરીક્ષાની આગલી રાતે માર્કેટમાં આ પેપર માત્ર 30 હજાર રૂપિયામાં વેચાતું હતું.
મમતાની વર્ષો જૂની ખુરશીને લાત મારીને કેમ સુવેન્દુએ મંગાવી નવી ખુરશી?: CM ચેમ્બરમાં થયો એવો ફેરફાર કે દેશભરમાં શરૂ થઈ ગઈ ચર્ચા!
NTA એ સ્વીકારી ગેરરીતિ: ફરી પરીક્ષા લેવાશે?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ મામલે મૌન તોડતા સ્વીકાર્યું છે કે તેઓ રાજસ્થાન SOG ના સંપર્કમાં છે. એજન્સીએ જણાવ્યું કે પરીક્ષાના ચાર દિવસ બાદ આ પ્રકારની ગેરરીતિની જાણકારી મળી હતી. હાલમાં તમામ પુરાવાઓ તપાસ એજન્સીઓને સોંપી દેવામાં આવ્યા છે. હવે સૌની નજર SOG ના અંતિમ રિપોર્ટ પર છે, જેના આધારે NTA પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે મોટો નિર્ણય લઈ શકે છે.
2024 ના વિવાદની યાદો તાજી થઈ
આ આખા વિવાદે વર્ષ 2024 માં થયેલા NEET કૌભાંડની યાદો તાજી કરી દીધી છે. તે સમયે પણ પેપર લીક અને ગ્રેસ માર્કસને લીધે દેશભરમાં પ્રદર્શનો થયા હતા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. વર્ષ 2026 માં ફરી એ જ સ્થિતિનું નિર્માણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.





