Home Education/Career Cbse Class 10 Second Board Result 2026 Scorecard Update

લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર! : CBSE 10th Second Board Result 2026 ટૂંક સમયમાં જાહેર થશે, જાણો કેવી રીતે ચેક કરશો માર્કશીટ

CBSE Class 10 Second Board Result 2026 Live Updates
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 06:44 AM IST

CBSE Class 10 Second Board Result 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધોરણ 10ના સેકન્ડ બોર્ડ (Improvement અને Compartment) પરીક્ષાના પરિણામોની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. CBSE ટૂંક સમયમાં સેકન્ડ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. દેશભરમાં 6.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને હવે તમામની નજર સત્તાવાર પરિણામ પર છે. CBSE દ્વારા હજુ સુધી પરિણામ જાહેર કરવાની ચોક્કસ તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ મીડિયા અહેવાલો મુજબ પરિણામ જૂન મહિનાના અંત સુધી અથવા આ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ તેમજ DigiLocker અને UMANG એપ મારફતે પણ પોતાનું ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.

6.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

CBSE દ્વારા ધોરણ 10ની સેકન્ડ બોર્ડ પરીક્ષા 15 મેથી 21 મે 2026 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષામાં ઇમ્પ્રૂવમેન્ટ અને કમ્પાર્ટમેન્ટ કેટેગરીના 6.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનો હેતુ એવા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાનો હતો, જેઓ પોતાના ગુણ સુધારવા માંગતા હતા અથવા પ્રથમ તબક્કામાં કોઈ વિષયમાં સફળ થઈ શક્યા નહોતા.

પરિણામ જોવા માટે શું જરૂરી રહેશે?

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ નીચેની વિગતો તૈયાર રાખવી પડશે.

  • રોલ નંબર

  • સ્કૂલ નંબર

  • એડમિટ કાર્ડ ID

  • જન્મ તારીખ (જરૂર પડે તો)

આ વિગતોની મદદથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાનું સ્કોરકાર્ડ ઓનલાઈન જોઈ શકશે.

આ પણ વાંચો: QS World University Ranking 2027 : એન્જિનિયરિંગ માટે MIT વિશ્વમાં નંબર 1, જુઓ ટોપ 10 કોલેજોનું લિસ્ટ

આ રીતે ચેક કરો CBSE 10મું સેકન્ડ બોર્ડ પરિણામ

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબ સરળતાથી પોતાનો સ્કોરકાર્ડ જોઈ શકશે. સૌપ્રથમ CBSEની સત્તાવાર પરિણામ વેબસાઇટ પર જવું. ત્યારબાદ "CBSE Class 10 Second Board Result 2026" લિંક પર ક્લિક કરવું. ત્યાર પછી રોલ નંબર, સ્કૂલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરીને 'Submit' બટન પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર પરિણામ જોવા મળશે, જેને ડાઉનલોડ કરીને ભવિષ્ય માટે સાચવી રાખવું.

કયા પ્લેટફોર્મ પર મળશે પરિણામ?

વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ઉપરાંત DigiLocker અને UMANG એપ પર પણ ડિજિટલ માર્કશીટ મેળવી શકશે. ધ્યાનમાં રાખવું કે, ઓનલાઈન ઉપલબ્ધ માર્કશીટ પ્રોવિઝનલ હશે. મૂળ માર્કશીટ અને પ્રમાણપત્ર વિદ્યાર્થીઓએ બાદમાં પોતાની શાળામાંથી મેળવવાના રહેશે.

માર્કશીટમાં શું-શું માહિતી હશે?

પરિણામમાં વિદ્યાર્થીઓનું નામ, રોલ નંબર, વિષયવાર ગુણ, કુલ ગુણ, પાસ અથવા ફેલ સ્ટેટસ તેમજ શાળાની વિગતો દર્શાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયા બાદ તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી જોઈએ. કોઈ ભૂલ જણાય તો તરત જ સંબંધિત શાળા અથવા CBSEનો સંપર્ક કરવો.

પ્રથમ તબક્કામાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા?

CBSE ધોરણ 10ની પ્રથમ બોર્ડ પરીક્ષામાં કુલ પાસ ટકાવારી 93.70 ટકા નોંધાઈ હતી. તેમાં વિદ્યાર્થિનીઓએ 94.99 ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. હવે સેકન્ડ બોર્ડ પરીક્ષાના પરિણામ બાદ હજારો વિદ્યાર્થીઓને પોતાના ગુણ સુધારવાની તેમજ શૈક્ષણિક કારકિર્દીને નવી દિશા આપવાની તક મળશે.

વિદ્યાર્થીઓ માટે મહત્વની સલાહ

CBSE દ્વારા પરિણામ જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ તૈયાર રાખવો જોઈએ. પરિણામ જોવા માટે માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા વિશ્વસનીય પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો. સોશિયલ મીડિયા પર ફરતા અફવાઓ અથવા ખોટી લિંકો પર વિશ્વાસ ન કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now