Home Education/Career Qs World University Rankings 2027 Top 10 Engineering Colleges Mit Stanford

QS World University Ranking 2027 : એન્જિનિયરિંગ માટે MIT વિશ્વમાં નંબર 1, જુઓ ટોપ 10 કોલેજોનું લિસ્ટ

QS World University Ranking 2027
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 25, 2026, 11:06 AM IST

ભારતીય વિદ્યાર્થીઓમાં STEM કોર્સનો ક્રેઝ વધ્યો; શૈક્ષણિક પ્રતિષ્ઠામાં MIT એ મેળવ્યો પરફેક્ટ સ્કોર

વિદેશમાં ભણવા જવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. પ્રતિષ્ઠિત સંસ્થા ક્વેકક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા 'QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027' (QS World University Rankings 2027) જાહેર કરવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે આ વર્ષે પણ અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) એ વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

નીતિ આયોગ (NITI Aayog) ના તાજેતરના એક અહેવાલમાં પણ સામે આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે વિદેશ ભણવા જવા માટે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણયો લઈ રહ્યા છે, જેમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) કોર્સ તેમની પહેલી પસંદ બની રહ્યા છે.

MIT ના શ્રેષ્ઠ પ્રદર્શન પાછળનું કારણ

એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી કેટેગરીમાં કમ્પ્યુટર સાયન્સ સહિતની તમામ એન્જિનિયરિંગ બ્રાન્ચનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં MIT ના નંબર 1 બનવા પાછળનું મુખ્ય કારણ તેનો 'એકેડેમિક રેપ્યુટેશન' (શૈક્ષણિક પ્રતિષ્ઠા) નો પરફેક્ટ સ્કોર છે. આ યાદીમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બીજા સ્થાને અને સ્વિટ્ઝર્લેન્ડની ETH ઝ્યુરિચ ત્રીજા સ્થાને રહી છે.

આ પણ વાંચો: GTUનું મોટું અપડેટ! | PGCET પરીક્ષાની તારીખ જાહેર, 10 હજારથી વધુ બેઠકો પર મળશે પ્રવેશ; જાણો તમામ મહત્વની વિગતો | Offbeat Stories

વિશ્વની ટોપ 10 એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓ

એન્જિનિયરિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવનારી સંસ્થાઓ, તેમના લોકેશન અને સ્કોરની વિગતો નીચે મુજબ છે:

રેન્ક

યુનિવર્સિટીનું નામ

લોકેશન

સ્કોર

1

Massachusetts Institute of Technology (MIT)

Cambridge, United States

95.9

2

Stanford University

Stanford, United States

93.5

3

ETH Zurich

Zürich, Switzerland

92.7

4

University of Oxford

Oxford, United Kingdom

92.5

5

University of Cambridge

Cambridge, United Kingdom

92.3

6

University of California, Berkeley (UCB)

Berkeley, United States

91.6

7

Imperial College London

London, United Kingdom

91.1

8

National University of Singapore (NUS)

Singapore, Singapore

89.3

9

Harvard University

Cambridge, United States

89

10

Nanyang Technological University (NTU)

Singapore, Singapore

88.9

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now