Home Education/Career Indian Army Csbo Recruitment 2026 10th Pass Jobs

10 પાસ માટે ભારતીય સેનામાં સુવર્ણ તક : જાણો સંપૂર્ણ વિગતો

ભારતીય સેનાનો લોગો
Image Credit: Wikipedia
Published by: Chintan Chavda
Last Updated: May 10, 2026, 12:43 PM IST

ઇંડિયન આર્મીમાં નોકરી કરવાનું સપનું ધરાવતા યુવાનો માટે મહત્વપૂર્ણ તક સામે આવી છે. ભારતીય સેનાના ગોવામાં સ્થિત મુખ્યાલય 2 Signal Training Centre દ્વારા Civilian Switch Board Operator (CSBO) Grade-2ના પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 190 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયા રક્ષા મંત્રાલય હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

આ ભરતી માટે અરજી પ્રક્રિયા 2 મે 2026થી શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 31 મે 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકશે. વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરજી માત્ર ઈમેલ મારફતે જ સ્વીકારવામાં આવશે. પોસ્ટ અથવા હાથે સબમિટ કરાયેલા ફોર્મ માન્ય ગણાશે નહીં.

કોણ કરી શકે અરજી?

આ ભરતી માટે ઉમેદવારનું કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ હોવું ફરજિયાત છે. સાથે સાથે ઉમેદવાર પાસે Private Branch Exchange (PBX) Board ચલાવવાનો ઓછામાં ઓછો 6 મહિનાનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ પ્રમાણપત્ર અરજી સાથે જોડવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.

જે ઉમેદવારોને હિન્દી અને અંગ્રેજી ભાષામાં સારી બોલચાલ આવડે છે, તેમને પસંદગી પ્રક્રિયામાં પ્રાથમિકતા મળી શકે છે.

વયમર્યાદા અને છૂટછાટ

ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 31 મે 2026ના આધારે કરવામાં આવશે.

અન્ય પછાત વર્ગ (OBC) ઉમેદવારોને 3 વર્ષની અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (SC/ST) ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. દિવ્યાંગ અને પૂર્વ સૈનિક ઉમેદવારોને પણ સરકારી નિયમો અનુસાર રાહત મળશે.

કેટલો મળશે પગાર?

પસંદ થયેલા ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ પ્રારંભિક ₹21,700નો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય સરકારી ભથ્થાં અને સુવિધાઓનો પણ લાભ મળશે.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

ભરતી પ્રક્રિયા ત્રણ મુખ્ય તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ કાર્યક્ષમતા પરીક્ષા અને ઇન્ટરવ્યૂ યોજાશે. અંતે ઉમેદવારોની મેડિકલ તપાસ કરવામાં આવશે.

લેખિત પરીક્ષા કુલ 100 ગુણની રહેશે જેમાં ચાર વિભાગ સામેલ રહેશે:

સામાન્ય બુદ્ધિમત્તા અને ગણિતીય ક્ષમતા, સામાન્ય જ્ઞાન, સામાન્ય અંગ્રેજી અને તર્કશક્તિ.

દરેક વિભાગ 25 ગુણનો રહેશે. પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે, જોકે અંગ્રેજી વિષયના પ્રશ્નો માત્ર અંગ્રેજીમાં જ પૂછવામાં આવશે.
આ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે ‘સાયબર યુદ્ધ’!: એન્જિનિયરિંગ કોલેજની આડમાં ચાલતું જાસૂસીનું મોટું નેટવર્ક

કાર્યક્ષમતા પરીક્ષામાં શું પૂછાશે?

કાર્યક્ષમતા પરીક્ષામાં ઉમેદવાર PBX Board યોગ્ય રીતે ચલાવી શકે છે કે નહીં તે ચકાસવામાં આવશે. આ પરીક્ષા માત્ર પાસ અથવા ફેલ આધારિત રહેશે અને તેના ગુણ અંતિમ મેરિટમાં ઉમેરવામાં નહીં આવે.

ઇન્ટરવ્યૂ પણ ઉમેદવારની યોગ્યતા અને સંચાર ક્ષમતા ચકાસવા માટે લેવામાં આવશે.

અરજી સાથે કયા દસ્તાવેજો ફરજિયાત?

ઉમેદવારોએ અરજી સાથે 10મીની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, અનુભવ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોડવો પડશે.

જો ઉમેદવાર પહેલેથી જ કોઈ સરકારી વિભાગમાં કાર્યરત હોય તો તેમને પોતાના વિભાગ તરફથી No Objection Certificate (NOC) પણ આપવું પડશે.

અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું

વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અધૂરું ફોર્મ, ખોટી માહિતી અથવા સહી વગરનું અરજીપત્ર સીધું જ રદ કરવામાં આવશે. એકથી વધુ અરજી મોકલનાર ઉમેદવારો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે અરજી ફોર્મ માત્ર Adobe Acrobat Readerમાં જ ખોલવું, કારણ કે અન્ય સોફ્ટવેરમાં ફોર્મ યોગ્ય રીતે કામ ન કરી શકે.
રેલવેમાં સરકારી નોકરીનો સુવર્ણ અવસર!: કોઈપણ પરીક્ષા કે ઇન્ટરવ્યુ વગર સીધી પસંદગી, જાણો ખાલી જગ્યાઓ અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

ક્યાં મોકલવી અરજી?

ઉમેદવારોને પોતાની અરજી [email protected] પર ઈમેલ દ્વારા મોકલવાની રહેશે. ઈમેલના Subjectમાં “CSBO Application – ઉમેદવારનું સંપૂર્ણ નામ” લખવું ફરજિયાત છે. અરજી મોકલવાની છેલ્લી તારીખ 31 મે 2026 નક્કી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now