Home Education/Career Cbse Three Language Policy Relief Class 7 To 10 Nep 2020

થ્રી લેંગ્વેજ પોલિસી પર CBSEનો મોટો નિર્ણય : લાખો વિદ્યાર્થીઓ પર પડશે સીધી અસર

CBSE
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 26, 2026, 01:13 PM IST

CBSE : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડના આ નિર્ણયથી દેશભરની CBSE સંલગ્ન શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત મળી છે. બોર્ડ દ્વારા ત્રિભાષીય ફોર્મ્યુલા એટલે કે થ્રી લેંગ્વેજ પોલિસીના નિયમોમાં વચગાળાનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે વર્તમાન શૈક્ષણિક સત્રમાં ધોરણ 7થી 10માં ભણતા વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનો મોટો બોજ હળવો થઈ ગયો છે.

ધોરણ 7થી 10ના વિદ્યાર્થીઓને મોટી રાહત

CBSEના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલના સમયમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 7, 8, 9 અને 10માં અભ્યાસ કરી રહ્યા છે, તેમના પર નવી શિક્ષણ નીતિ 2020ના કડક ભાષાકીય નિયમો અત્યારે લાગુ કરવામાં આવશે નહીં. આ વિદ્યાર્થીઓ માટે ભાષાની પસંદગી અને પરીક્ષા આપવા માટેના જૂના નિયમો જ યથાવત રાખવામાં આવ્યા છે. બોર્ડના આ વલણથી શાળાઓ અને વિદ્યાર્થીઓ બંનેને મોટી રાહત થઈ છે, કારણ કે શૈક્ષણિક વર્ષની અધવચ્ચે નિયમો બદલાવાથી વિદ્યાર્થીઓના પ્રદર્શન પર માઠી અસર પડવાની સંભાવના હતી.

આ પણ ખાસ વાંચો : લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર! : CBSE 10th Second Board Result 2026 ટૂંક સમયમાં જાહેર થશે, જાણો કેવી રીતે ચેક કરશો માર્કશીટ

ધોરણ 10માં વિદેશી ભાષાઓનું કોમ્બિનેશન રહેશે યથાવત

આ રાહત અંતર્ગત સૌથી મોટો ફાયદો ધોરણ 10ના વિદ્યાર્થીઓને મળશે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે પોતાની પસંદગીની 2 વિદેશી ભાષાઓ (Foreign Languages) સાથે બોર્ડની પરીક્ષા આપી શકશે. જૂની સિસ્ટમ મુજબ જે વિદ્યાર્થીઓએ જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ કે અન્ય કોઈ વિદેશી ભાષા વિષય તરીકે પસંદ કરી હતી, તેઓ કોઈપણ પ્રકારના અવરોધ વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. નવી નીતિના કારણે તેમની શૈક્ષણિક સફર કે બોર્ડના પરિણામ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.

નવો નિયમ માત્ર ધોરણ 6ના વિદ્યાર્થીઓ પર જ લાગુ થશે

રિપોર્ટ્સ અનુસાર, નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ જે નવી થ્રી લેંગ્વેજ પોલિસી તૈયાર કરવામાં આવી છે, તે અત્યારે માત્ર ધોરણ 6 માં નવું એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પર જ લાગુ કરવામાં આવશે. આ નવી ફોર્મ્યુલા અનુસાર, વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત રહેશે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ નિયમ તબક્કાવાર રીતે આગળ વધશે. એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 6 માં આ નિયમ હેઠળ ભણશે, તેઓ જ્યારે આગળના ધોરણમાં જશે ત્યારે જ આ નવું લેંગ્વેજ કોમ્બિનેશન આગળ વધશે.

આ પણ ખાસ વાંચો : QS World University Ranking 2027 : એન્જિનિયરિંગ માટે MIT વિશ્વમાં નંબર 1, જુઓ ટોપ 10 કોલેજોનું લિસ્ટ

જુનું લેંગ્વેજ કોમ્બિનેશન ચાલુ રાખવાની સત્તાવાર મંજૂરી

CBSEની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 7થી 9ના ઘણા વિદ્યાર્થીઓએ થ્રી લેંગ્વેજ પોલિસી હેઠળ અગાઉથી જ 2 વિદેશી ભાષાઓની પસંદગી કરી લીધી હતી. જો નવી શિક્ષણ નીતિ તાત્કાલિક ધોરણે તમામ ધોરણો પર એકસાથે લાગુ કરી દેવામાં આવી હોત, તો આ વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી જ નવી ભારતીય ભાષાઓ શીખવી પડત, જે તેમના માટે માનસિક તણાવ સમાન સાબિત થાત. આ ગંભીર બાબત અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બોર્ડે વચગાળાનો રસ્તો કાઢ્યો છે અને વિદ્યાર્થીઓને ધોરણ 10 સુધી પોતાના જૂના લેંગ્વેજ કોમ્બિનેશન સાથે જ અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી આપી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now