ટેક્સપેયર્સ માટે સારા સમાચાર છે. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2025 થઈ ગઈ છે. આ માહિતી નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આ બીજી વખત છે જ્યારે ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. ઘણા CA અને ટેક્સપેયર્સ ITR પોર્ટલમાં સર્વર, સમય સમાપ્તિ, ખામીઓ અને અન્ય ઘણી સમસ્યાઓ અંગે સતત ફરિયાદ કરી રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સરકારે મોડી રાત્રે આ નિર્ણય લીધો હતો.
ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે X પર શું લખ્યું છે?
ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ વિભાગે X પર પોસ્ટ કર્યું હતું કે, "આકારણી વર્ષ 2025-26 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ મૂળ 31 જુલાઈ 2025 હતી. જેને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરથી લંબાવીને 16 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લીધો છે." 15 અને 16 સપ્ટેમ્બરની રાત્રે ITR પોર્ટલ સવારે 12 થી 2.30 વાગ્યા સુધી મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું હતું.
આવકવેરા ફોર્મ જારી કરવામાં વિલંબને કારણે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક વખત લંબાવવી પડી હતી. અગાઉ આકારણી વર્ષ 2025-26 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી. જેને 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે વિભાગે તારીખ લંબાવી છે.
ITR ફાઇલ કરવાની કોને જરૂર છે?
પગાર અને પેન્શન મેળવતા લોકો
હાઉસ પ્રોપર્ટીથી આવક મેળવતા લોકો
લોટરી, હોર્સ રેસ વેગેરેથી આવક મેળવતા લોકોને પણ ITR ફાઇલ કરવાનું રહેશે.
અનલિસ્ટેડ ઇક્વિટીમાં એક વખત પણ ફાઇનાન્શિયલ ઈયરમાં ઇન્વેસ્ટ કરતાં લોકોને પણ ITR ફાઇલ કરવું જોઈએ.
કોઈ પણ વ્યક્તિ જે કોઈ કંપનીનો ડાયરેક્ટર હોય.
કેપિટલ ગેનથી કમાણી કરતાં લોકોને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જોઈએ.