Home International Israel Yemen War Houthi Rebels Attack Ballistic Missile Israel Nuclear Research Center Safety

ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી : ઇઝરાયલના પરમાણુ મથક પાસે ચોતરફી હુમલા શરૂ

Israel Yemen War Houthi Rebels Attack
Published by: Nirali Gohil
Last Updated: Mar 28, 2026, 05:36 AM IST

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયો હોય તેમ જણાય છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સીધા સૈન્ય સંઘર્ષમાં હવે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ પણ સત્તાવાર એન્ટ્રી કરી લીધી છે. શનિવારે વહેલી સવારે હૂતીઓએ દક્ષિણ ઇઝરાયલને નિશાન બનાવીને એક શક્તિશાળી બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી, જેના કારણે સમગ્ર ઇઝરાયલમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા હતા. અત્યાર સુધી રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવતા હૂતીઓએ હવે સીધો ઇઝરાયલની ધરતી પર પ્રહાર કરવાનું શરૂ કરતા વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

પરમાણુ મથક પાસે સાયરન વાગતા ફફડાટ

ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, યમનથી છોડાયેલી આ મિસાઈલ દક્ષિણ ઇઝરાયલના બીરશેબા (Beer Sheba) શહેર તરફ ધસી આવી હતી. આ વિસ્તારમાં ઇઝરાયલનું અત્યંત સંવેદનશીલ એવું 'ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર' (પરમાણુ અનુસંધાન કેન્દ્ર) આવેલું હોવાથી સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મિસાઈલના ખતરાને જોતા પરમાણુ મથકની આસપાસ હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ પુષ્ટિ કરી છે કે તેઓએ મિસાઈલને હવામાં જ તોડી પાડવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી હતી.

ચોતરફી હુમલા: ઇઝરાયલનું આકાશ મિસાઈલોથી ભરાયું

શનિવારની રાત ઇઝરાયલ માટે 'બ્લેક નાઈટ' સાબિત થઈ હતી. માત્ર યમન જ નહીં, પરંતુ ઉત્તરમાં લેબનોનથી હિઝબુલ્લાહ અને પૂર્વમાં ઈરાન તરફથી પણ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનનો મારો ચલાવવામાં આવ્યો હતો. આખી રાત ઇઝરાયલના આકાશમાં વિસ્ફોટોના અવાજો અને એન્ટિ-મિસાઈલ સિસ્ટમના પ્રકાશના લિસોટા જોવા મળ્યા હતા. સૈન્ય નિષ્ણાતોના મતે, આ એક સુનિયોજિત 'મલ્ટી-ફ્રન્ટ' હુમલો છે જેનો ઉદ્દેશ્ય ઇઝરાયલની એર ડિફેન્સ ક્ષમતાને નબળી પાડવાનો છે.

આ પણ વાંચો: ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો? : ટ્રમ્પના નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો

હૂતીઓનો વ્યૂહાત્મક પલટો: જહાજો છોડી જમીન પર પ્રહાર

વર્તમાન સંઘર્ષ શરૂ થયો ત્યારથી હૂતીઓ માત્ર રાતા સમુદ્રમાં ઇઝરાયલ સાથે સંબંધ ધરાવતા વ્યાપારી જહાજો પર હુમલા કરતા હતા. જોકે, આ પ્રથમ વખત છે જ્યારે તેઓએ ઇઝરાયલના રહેણાંક અને સંવેદનશીલ વિસ્તારો પર સીધો બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરવાની હિંમત કરી છે. આ એન્ટ્રીથી હવે યુદ્ધનો વ્યાપ સીધો યમન સુધી વિસ્તર્યો છે, જે આખા વિસ્તારને પાયમાલ કરી શકે છે.

અમેરિકા એક્શનમાં: વળતા પ્રહારની તૈયારી

આ ગંભીર સ્થિતિને જોતા અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી સુરક્ષાની ખાતરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા આગામી કલાકોમાં યમન સ્થિત હૂતીઓના મિસાઈલ લોન્ચિંગ સ્ટેશનો અને શસ્ત્રાગારો પર ભીષણ હવાઈ હુમલા કરી શકે છે. પેન્ટાગોન આ મામલે સતત ઇઝરાયલના સંપર્કમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video
નેપાળમાં રાજકીય ભૂકંપ