Home International America Donald Turmp Next Target Cuba

ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો? : ટ્રમ્પના નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો

donald turmp
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Mar 28, 2026, 05:01 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ટ્રમ્પે ઈરાન અને વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કર્યા બાદ બાદ હવે ક્યુબાને ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, "હવે ક્યુબાનો નંબર છે." તેમના આ નિવેદનથી લેટિન અમેરિકામાં રાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ટ્રમ્પે મિયામિમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે હાલ અમેરિકા ઈરાન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, પરંતુ આગળ ક્યુબા પણ એજન્ડામાં આવી શકે છે. તેમણે ક્યુબાની હાલતને નબળી ગણાવી અને કહ્યું કે ત્યાં આર્થિક સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.

નિષ્ણાતો અનુસાર, અમેરિકાએ વેનેઝુએલા સામે કાર્યવાહી કર્યા બાદ ક્યુબાને મળતો તેલ પુરવઠો ભારે ઘટ્યો છે, જેના કારણે દેશમાં વીજળી, ટ્રાન્સપોર્ટ અને દૈનિક જીવન પર અસર પડી રહી છે. આ પરિસ્થિતિએ ક્યુબા સરકાર પર દબાણ વધાર્યું છે અને અમેરિકા સાથે વાતચીત કરવાની સ્થિતિ ઉભી કરી છે.

આ પણ વાંચો: ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ? : કેમ લખ્યું Thank you people of India? જાણો

ટ્રમ્પના આ નિવેદન પછી અનેક રાજકીય વિશ્લેષકો માને છે કે અમેરિકા ક્યુબામાં રાજકીય પરિવર્તન લાવવા માટે દબાણ વધારી શકે છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ક્યુબા તરફથી પણ સંકેત મળ્યા છે કે તેઓ અમેરિકા સાથે સંવાદ દ્વારા સ્થિતિ સુધારવા ઇચ્છે છે. હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી હોવાની માહિતી પણ સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
નેપાળમાં રાજકીય ભૂકંપ
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?