Home Tech/Gadgets Iqoo Z11 Launched With A Massive 9020mah Battery

9020mAh ની વિશાળ બેટરી સાથે iQOO Z11 થયો લોન્ચ! : MediaTek નું પ્રોસેસર અને શાનદાર ગેમિંગ એક્સપિરિયન્સ મળશે હવે iQOO માં

This is a photo of the iQOO Z11 5G.
Published by: Aryan Shah
Last Updated: Mar 27, 2026, 07:13 AM IST

iQOO Z11 : કંપનીએ iQOO Z11 માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.83-ઇંચની મોટી ડિસ્પ્લે સાથે મિડ-રેન્જ ડિવાઇસ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. તે 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરતી AMOLED પેનલ આપવામાં આવી છે. ફોનમાં 9020mAh ની મોટી બેટરી છે અને તે 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. MediaTek Dimensity 8500 ના પ્રોસેસર સાથે હાઇ-બ્રાઇટનેસ અને IP68 અને IP69 જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જાણો iQOO ના iQOO Z11 ની કિંમત અને ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.

iQOO Z11 ની કિંમત

કંપનીએ સ્થાનિક બજારમાં iQOO Z11 લોન્ચ કર્યો છે. ચીનમાં આ ફોનની કિંમત 8GB+256GB વેરિઅન્ટ માટે 2,299 યુઆન (આશરે રૂ. 33,000) થી શરૂ થાય છે. 16GB+512GB વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (આશરે રૂ. 46,000) છે. આ ફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે, અને ડિસ્કાઉન્ટેડ ઑફર્સ સાથે ચીનમાં આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો : Samsung એ લોન્ચ કર્યા Galaxy A57 5G અને A37 5G : A-સિરીઝમાં હવે મળશે AI ફીચર્સ, જાણો કિંમત

iQOO Z11 ની ડિસ્પ્લે અને પ્રોસેસર

iQOO Z11 માં 1.5K રિઝોલ્યુશન (2800×1260 પિક્સેલ્સ) સાથે 6.83-ઇંચની મોટી AMOLED પેનલ આપવામાં આવી છે. ફોન 165Hz રિફ્રેશ રેટ અને 5000 nits ની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ફોન 2160Hz PWM ડિમિંગ અને DC ડિમિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ગેમિંગ માટે લો-લેટન્સીને પણ સપોર્ટ કરે છે. iQOO Z11 માં MediaTek Dimensity 8500 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે બીજી જનરેશનની 4nm પ્રોસેસ પર બનેલ છે. તે તેના અનોખા ઓવર-કોર એન્જિન આપવામાં આવ્યું છે, જે બેકગ્રાઉન્ડ કાર્યોને કાર્યક્ષમ રીતે સંભાળે છે. 7K Ice Dome VC લિક્વિડ કૂલિંગ સિસ્ટમ ફોનને વધુ ગરમ થવાથી બચાવે છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોને 20.6 લાખથી વધુના બેન્ચમાર્ક સ્કોર્સ પ્રાપ્ત કર્યો છે.

iQOO Z11 નું કેમેરા સેટઅપ અને ફીચર્સ

iQOO Z11 માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. જેનો મુખ્ય લેન્સ 50mp નો છે અને OIS ને સપોર્ટ કરે છે. 2mp નો ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યો છે. તે 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે, કંપનીએ 16mp નો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. iQOO Z11 તેની અત્યાર સુધીની સૌથી મોટી 9,020mAh બેટરી આપવામાં આવી છે. કંપનીએ તેને બ્લુ ઓશન બેટરી નામ આપ્યું છે. આ iQOO ડિવાઇસમાં અત્યાર સુધીની સૌથી વધુ ક્ષમતાવાળી બેટરી છે. તે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોન રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. iQOO Z11 ફોન એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે. તેમાં 16GB સુધીની LPDDR5X RAM અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, NFC અને NavIC નો સમાવેશ થાય છે. સાઉન્ડ માટે સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે, તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સપોર્ટ કરે છે. ફોન IP68 અને IP69 રેટેડ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
1 વર્ષમાં 13 રિચાર્જની માથાકૂટ ખતમ!
આવી રહ્યું છે આ ખાસ ફીચર
AI સેન્ટરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનશે GIFT City
શું ChatGPT, Gemini અને અન્ય AI ચેટબોટ એક સરખું જ વિચારે છે?