Samsung Galaxy A57 5G and Galaxy A37 5G launched : Samsung એ ભારતમાં Galaxy A57 5G અને Galaxy A37 5G સ્માર્ટફોન લોન્ચ કરીને તેની A-સિરીઝમાં વધારો કર્યો છે. બંને ડિવાઇસમાં 6.7-ઇંચની FHD+ Super AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 5,000mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં One UI 8.5 બેસ્ડ AI ફીચર્સ છે, જે વૉઇસને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવામાં, ફોટો એડિટિંગ કરવામાં અને મલ્ટીટાસ્કિંગને સરળ બનાવવામાં મદદ કરે છે. Galaxy A57 5G માં Exynos 1680 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે A37 5G માં Exynos 1480 પ્રોસેસર છે.
ભારતમાં Samsung Galaxy A57 5G અને Galaxy A37 5G ની કિંમત અને વેચાણની તારીખ
Samsung એ Galaxy A57 5G ને 8GB RAM+256GB અને 12GB RAM+256GB સ્ટોરેજ ઓપ્શનમાં રજૂ કર્યો છે. જ્યારે Galaxy A37 5G ને 8GB128GB, 8GB+256GB, અને 12GB+256GB વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ હજુ સુધી આ બંને સ્માર્ટફોનની કિંમત વેચાણ અંગેની માહિતી શેર કરી નથી, પરંતુ આ બંને સ્માર્ટફોન ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે તેવી શક્યતા રહેલી છે.
Samsung Galaxy A57 5G અને Galaxy A37 5G ની ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ
Samsung Galaxy A57 5G માં 120Hz રિફ્રેશ રેટ અને વિઝન બૂસ્ટર સપોર્ટ સાથે 6.7-ઇંચ FHD+ Super AMOLED ડિસ્પ્લે છે. Galaxy A37 5G માં 6.7-ઇંચ FHD+ Super AMOLED ડિસ્પ્લે પણ છે, જે રિફ્રેશ રેટ અને બ્રાઇટનેસ એન્હાન્સમેન્ટ ફીચર્સ સાથે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, બંને ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને 5mp નો મેક્રો કેમેરો છે. Galaxy A57 5G માં 12mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો પણ આપવામાં આવ્યો છે, જ્યારે Galaxy A37 5G માં 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, બંને ફોનમાં 12mp નો ફ્રન્ટ કેમેરો છે.
Samsung Galaxy A57 5G અને Galaxy A37 5G ના AI ફીચર્સ
પરફોર્મન્સ માટે, Galaxy A57 5G માં Exynos 1680 પ્રોસેસર છે, જ્યારે Galaxy A37 5G માં Exynos 1480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને ફોનના 5,000mAh બેટરી છે. બંને ડિવાઇસ Android 16 પર બેસ્ડ One UI 8.5 પર ચાલે છે અને Samsung Knox ના સેફટી ફીચર સાથે આવે છે. બંને સ્માર્ટફોનને પાણી અને ધૂળથી પ્રોટેક્શન આપવા માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. AI ફીચર્સમાં વોઇસ ટ્રાન્સક્રિપ્શન, AI સિલેક્ટ, ઓબ્જેક્ટ ઇરેઝર અને સર્કલ ટુ સર્ચ જેવા ટૂલ્સનો સમાવેશ થાય છે. Galaxy A57 5G માં બેસ્ટ ફેસ અને ઓટો ટ્રીમ જેવી એડવાન્સ્ડ ફીચર્સ પણ સામેલ છે, જે ફોટો અને વીડિયો એડિટિંગને સરળ બનાવે છે.





