Home National Himachal Snowfall North India Weather Update Delhi Rain Alert Western Disturbance

હિમાચલમાં હિમવર્ષા તો દિલ્હીમાં વરસાદનું ‘યલો એલર્ટ’ : આ રાજ્યો માટે આગામી 48 કલાક ભારે! જાણો ગુજરાતમાં શું છે આગાહી?

Jammu Kashmir Snowfall Drops Temp, Delhi Yellow Alert For Storms
Published by: Nirali Gohil
Last Updated: Mar 30, 2026, 04:26 AM IST

Weather Update: દેશભરમાં અત્યારે હવામાનનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહ્યો છે. એકતરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી રાજ્યોમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. રવિવારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતા તાપમાનમાં જોરદાર કડાકો નોંધાયો છે. આ કુદરતી ફેરફારની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પણ વાતાવરણ પલટાયું છે અને આજે વાવાઝોડા સાથે વરસાદની શક્યતાને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પહાડોમાં થતી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેનાથી કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થોડી રાહત મળી છે. જોકે, દક્ષિણ ભારતમાં સ્થિતિ અલગ છે, જ્યાં આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં હીટવેવની સાથે વરસાદની વિચિત્ર આગાહી કરવામાં આવી છે.

હિમાચલ અને કાશ્મીરમાં બરફની ચાદર, અનેક રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને કુલ્લુ-મનાલીમાં રવિવારે સિઝનની મહત્વની હિમવર્ષા નોંધાઈ હતી. કાશ્મીર ખીણના ઊંચાઈવાળા વિસ્તારો જેવા કે ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ અને ઝોઝિલામાં બરફ પડવાને કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને બાંદીપોરા-ગુરેઝ માર્ગો વ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. આ હિમવર્ષાને કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું : સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, હજુ પણ ખેડૂતો ચિંતા વધારતી આગાહી

દિલ્હીમાં વરસાદનું એલર્ટ, પંજાબ-હરિયાણામાં વરસાદ

રાજધાની દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 36.2°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા ઘણું વધારે છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આજે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેજ પવન અને વરસાદની આગાહી છે. બીજી તરફ, હરિયાણા અને પંજાબના અનેક ભાગોમાં રવિવારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

દક્ષિણ ભારતમાં હીટવેવ અને વરસાદનો સંગમ

આંધ્રપ્રદેશમાં હવામાનનો વિચિત્ર વળાંક જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યના 78 સ્થળોએ તાપમાન 40°C ને પાર કરી ગયું હતું. હવામાન વિભાગે અહીં આગામી 48 કલાકમાં ગરમીથી રાહત મળવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ હીટવેવ અને છૂટાછવાયા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.

આગામી 24 કલાકમાં ક્યાં-ક્યાં થશે વરસાદ?

હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 31 માર્ચ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે:

  • ગુજરાત અને મહારાષ્ટ્ર: રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે.

  • ઉત્તર ભારત: યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં પવન સાથે વરસાદ પડી શકે છે.

  • દક્ષિણ ભારત: કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.

  • પૂર્વ ભારત: પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ચૂંટણી જીતવા માટે તંત્ર-મંત્રનો સહારો, અહીં ઘેર-ઘેર છે તાંત્રિકો
હવે રેશનિંગની દુકાન જ નહીં...
આજે 30 માર્ચ
વૈશ્વિક તણાવ છતાં PNG ગેસને કેમ નથી પડી રહી અસર?