Home Gujarat Gujarat Weather Update Kalavad Rain Imd Rain Alert May 2026

ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે કમોસમી વરસાદ! : એકાએક આ વિસ્તારનું હવામાન પલટાયું! ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો, ખેડૂતો ચિંતિત

Gujarat Weather 2026
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 01:25 PM IST

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં હાલ દિવસ અને રાત બંને સમયે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અસહ્ય ઉકળાટ અને આકરા તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ ગરમી વચ્ચે હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.

કાલાવડ પંથકમાં અચાનક માવઠું: ગરમીથી રાહત પણ ચિંતા વધી

જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસભરના આકરા તડકા અને અસહ્ય બફારા બાદ, બપોરે અચાનક આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ગાજવીજ સાથે પડેલા આ વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. પંથકમાં ઠંડો પવન ફૂંકાતા લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળી હતી. એક તરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદના કારણે જગતનો તાત (ખેડૂતો) ચિંતામાં મુકાયો છે. ઉનાળુ પાક અને યાર્ડમાં રાખેલા અનાજને નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના માતા-પિતાનો ઘટસ્ફોટ : "પોલીસના ડરથી રાતે ઊંઘ નથી આવતી", બીજું જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

આગામી ૨૩ મે સુધી વરસાદી માહોલની શક્યતા

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 22 અને 23 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કોસ્ટલ બેલ્ટ પર મેઘરાજા દસ્તક દઈ શકે છે. ભાવનગર અને દીવ, ભાવનગરમાં શનિવારે (૨૩ મે) હળવો વરસાદ અને દીવમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો! : જાણો પ્રારંભથી મોદીરાજ સુધી રાજ્યસભાની રાજનીતિનું બદલાતું ગણિત

દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: ૬થી વધુ રાજ્યોમાં એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ઝડપથી ઉત્તર ભારત તરફ સક્રિય થઈ રહ્યો છે. જેના કારણે આગામી થોડા દિવસોમાં દેશના ૬થી વધુ રાજ્યોમાં હવામાન પલટાશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે. કેટલાક મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાવા, ધૂળની ડમરીઓ ઊડવા (વાવાઝોડું) તેમજ પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ પૂરતી શક્યતા છે. આ બદલાતા હવામાનને કારણે આગામી ૪૮ કલાકમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now