Home Gujarat Gujarat Police Bharti Exam Postponed June 21 Neet

મોટો નિર્ણય : 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની પરીક્ષા કરાઈ મોકૂફ, જાણો શું છે કારણ

gujarat police bharti exam
Play Video
Published by: Viral Patel
Last Updated: May 20, 2026, 01:45 PM IST

Gujarat Government: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતી બોર્ડની વિવિધ સંવર્ગની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

149 વર્ષ બાદ અલ નીનો સક્રિય! : આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે કે ખરાબ? અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી

શા માટે લેવાયો આ નિર્ણય?

મળતી માહિતી મુજબ, ૨૧ જૂનના રોજ રાષ્ટ્રીય સ્તરે યોજાનારી NEET (National Eligibility cum Entrance Test) ની પરીક્ષા હોવાના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને મહત્વની પરીક્ષાઓ એક જ દિવસે આવતી હોવાથી, ઉમેદવારોને સેન્ટરની ફાળવણી અને વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા આગળ ઠેલવવામાં આવી છે.

કઈ-કઈ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી?

પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનારી નીચે મુજબની ટેકનિકલ અને સ્પેશિયલ કેડરની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. વાયરલેસ PSI (Wireless PSI), એમ.ટી. પીએસઆઈ (MT PSI), હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક (Head Constable Driver Mechanic). આ માત્ર લેખિત પરીક્ષા પૂરતો જ નિર્ણય છે, જે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.

અમદાવાદમાં ડેટિંગ એપ પર ‘નકલી PSI’ ની જાળ : લગ્નનો વિશ્વાસ અપાવી યુવતી સાથે છેતરપિંડી

નવી તારીખ ક્યારે જાહેર થશે?

પરીક્ષા આપનારા ઉમેદવારોએ મૂંઝાવાની જરૂર નથી. પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, આ પરીક્ષાઓ માટેની નવી તારીખ હવે પછી ટૂંક સમયમાં બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને વિનંતી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહે અને ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહે. પરીક્ષા મોકૂફ રહેતા ઉમેદવારોને તૈયારી કરવા માટે થોડો વધુ સમય મળી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now