Home Gujarat Mehsana Cyber Crime Mule Account Fraud Case Gujarat

મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસનો મોટો સપાટો : લાખોના 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડનો પર્દાફાશ, 5 શખ્સો સામે ગુનો દાખલ

Mehsana News
Published by: Viral Patel
Last Updated: May 20, 2026, 02:51 PM IST

Mehsana News: ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા જતા ગ્રાફ વચ્ચે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે લોકોના બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરતા એક મોટા 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગના બહાને સામાન્ય અને ભોળા લોકોને લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ આચરતી ટોળકીના ૫ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગના નામે ખેલાતો હતો કાળો ખેલ

મળતી માહિતી મુજબ, આ સાયબર ઠગો સામાન્ય લોકોને શેરબજારમાં રોકાણ કરવા અથવા ડબ્બા ટ્રેડિંગના બહાને વિશ્વાસમાં લેતા હતા. ત્યારબાદ તેમની પાસેથી બેંક એકાઉન્ટની વિગતો અને કિટ મેળવી લેતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા ખવાયેલા રૂપિયા મંગાવવા માટે 'મ્યુલ એકાઉન્ટ' તરીકે કરવામાં આવતો હતો.

બનાસકાંઠામાં LCBની મોટી કાર્યવાહી : બોલેરોના ગુપ્ત ખાનામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો!

કમિશનની લાલચ આપી ચલાવાતું નેટવર્ક

આ નેટવર્કના સાગરીતો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને ટાર્ગેટ કરતા હતા. ખાતાધારકોને પોતાના ખાતામાં આવતા રૂપિયાના 2 થી 3 ટકા કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હતી. કમિશનની લાલચમાં આવીને લોકો પોતાના બેંક ખાતા આ ઠગોને વાપરવા આપી દેતા હતા.

ચેકથી રૂપિયા ઉપાડી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતા

જ્યારે પણ કોઈ સાયબર ફ્રોડનો ભોગ બનેલી વ્યક્તિ આ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરતી, ત્યારે આ ટોળકી સક્રિય થઈ જતી હતી. ખાતામાં જમા થયેલા સાયબર ફ્રોડના આ રૂપિયા બેંકમાંથી ચેક દ્વારા રોકડા ઉપાડી લેવામાં આવતા હતા. ત્યારબાદ આ રોકડા રૂપિયા કૌભાંડના મુખ્ય આરોપી પ્રજ્ઞેશ પ્રજાપતિ સુધી પહોંચાડવામાં આવતા હતા.

વિધાનસભાની નવી સમિતિમાં આંદોલનકારીઓને 'પ્રમુખ સ્થાન' : હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના મુળ કોંગ્રેસીઓને મળી મહત્વની જવાબદારી, જાણો કોની શું ભૂમિકા?

તપાસમાં 21.50 લાખથી વધુના ફ્રોડનો ખુલાસો

મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે જ્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં જ કુલ રૂ. ૨૧,૫૦,૨૫૧ (એકવીસ લાખ પચાસ હજાર બસો એકાવન) ના મોટા સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે. પોલીસને આશંકા છે કે વધુ તપાસમાં અન્ય અનેક ચોંકાવનારા આંકડા અને બેંક ખાતાઓ સામે આવી શકે છે.

વડનગર, વિસનગર અને વિજાપુરના 5 આરોપીઓ સામે ફરિયાદ

સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને કાયદેસરનો સકંજો કસ્યો છે. આ કૌભાંડમાં સામેલ વડનગર, વિસનગર અને વિજાપુર પંથકના કુલ ૫ આરોપીઓ વિરુદ્ધ મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વન નેશન, વન ઇલેક્શન મુદ્દે ગુજરાત સરકારનો મજબૂત ટેકો : JPC સમક્ષ રજૂઆતમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉઠ્યા

પોલીસની જાહેર જનતાને અપીલ

કોઈપણ અજાણી વ્યક્તિ કે કમિશનની લાલચ આપનારના કહેવાથી પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ચેકબુક કે ઓટીપી (OTP) શેર ન કરવા. તમારા ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે સાયબર ફ્રોડ માટે થઈ શકે છે, જે તમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now