ગુજરાત વિધાનસભાના વર્ષ 2026-2027 માટેની નવી સમિતિઓની આજે રચના કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જૂદી જૂદી બિન-નાણાકીય સમિતિઓની રચનાનું પત્રક જાહેર કર્યું છે. જેમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા આંદોલનકારી નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઇ છે. જ્યારે સી.જે ચાવડા જેવા અન્ય મુળ કોંગ્રેસી નેતાઓેને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
મુળ કોંગ્રેસીઓને મહત્વના પદ મળ્યા
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર કરાયેલા પત્રકમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાનો સમાવેશ અંદાજ સમિતિમાં કરાયો છે. જ્યારે બિન નાણાકીય સમિતિમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિત અનેક નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇને જાહેર હિસાબ સમિતિમાં, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાને જાહેર સાહસો માટેની સમિતિમાં અને રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડનો પંચાયતી રાજ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નીચેની તસવીરોમાં વાંચો કોને શું જવાબદારી સોંપાઇ?













