Home Gujarat Gseb Class 12 Science Practical Supplementary Exam Dates June 2026

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પૂરક પરીક્ષાની તારીખો જાહેર : જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: May 20, 2026, 01:31 PM IST

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science Stream) ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી મુખ્ય પરીક્ષા બાદ, હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પૂરક પરીક્ષાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.

19 જૂનથી પરીક્ષાનો પ્રારંભ

બોર્ડની સત્તાવાર જાહેરાત અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પૂરક પરીક્ષા આગામી 19 જૂનથી શરૂ થશે અને 22 જૂન દરમિયાન યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં પ્રાયોગિક વિષયોમાં અનુત્તીર્ણ (ફેલ) થયા હોય અથવા કોઈ કારણસર પરીક્ષા આપી શક્યા ન હોય, તેમના માટે વર્ષ બગાડ્યા વગર પાસ થવાની આ એક ઉત્તમ તક છે.

કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટના : બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

મુખ્ય ત્રણ વિષયો માટે લેવાશે પરીક્ષા

આ પ્રેક્ટિકલ પૂરક પરીક્ષા મુખ્યત્વે વિજ્ઞાન પ્રવાહના મહત્વના ત્રણ પ્રાયોગિક વિષયો માટે આયોજિત કરવામાં આવશે. ભૌતિક વિજ્ઞાન (Physics), રસાયણ વિજ્ઞાન (Chemistry) અને જીવવિજ્ઞાન (Biology)નો સમાવેશ થાય છે.

બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાના સફળ આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષાના કેન્દ્રો, હોલ ટિકિટ (પ્રવેશ પત્ર) અને અન્ય વિગતવાર માર્ગદર્શિકા આગામી દિવસોમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષા લક્ષી તમામ અપડેટ્સ માટે પોતાના શાળાના સંપર્કમાં રહે અથવા બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે.

મોટો નિર્ણય : 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની પરીક્ષા કરાઈ મોકૂફ, જાણો શું છે કારણ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now