Home Gujarat Gujarat Heatwave Orange Yellow Alert Imd Forecast

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ : આગામી ૩ દિવસ 'હીટવેવ'ની આગાહી, પારો 45 ડિગ્રીને વટાવશે

Ahmedabad Weather 2026
Published by: Viral Patel
Last Updated: May 12, 2026, 12:10 PM IST

Ahmedabad Weather 2026: સમગ્ર ગુજરાતમાં અત્યારે આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૩ દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરી છે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઓરેન્જ અને યેલો એલર્ટની જાહેરાત

હવામાન વિભાગ દ્વારા ગરમીની તીવ્રતાને જોતા વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ભારે ગરમીને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. અહીં ગરમીનો પારો સામાન્ય કરતા ઘણો ઊંચો રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અમરેલી, બોટાદ અને દ્વારકામાં 'યેલો એલર્ટ' આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ગરમી જીવલેણ બની! : આ જિલ્લામાં હીટસ્ટ્રોકથી બેના મોતે તંત્રને દોડતું કર્યું, જાણો બચવાના ઉપાયો

તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જઈ શકે છે

હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી 3 દિવસ હીટવેવની સ્થિતિ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળશે.

ગુજરાતમાં ગરમીનો કહેર, હોસ્પિટલો એલર્ટ પર : હીટ સ્ટ્રોક માટે સ્પેશિયલ વોર્ડ શરૂ, જાણો શું કહી રહ્યાં છે તબીબો

નાગરિકો માટે સૂચના

ગરમીથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now