Home Gujarat Gopal Italia Aap Allegations Gujarat Police

ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો : ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ

ગોપાલ ઇટાલિયા અને ઇસુડાં ગઢવી
Published by: Chintan Chavda
Last Updated: Apr 01, 2026, 10:30 AM IST

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી ભાજપની સરકાર એટલી હદે ડરી ગઈ છે કે રોજના પાંચ, ચાર અને દસ જેટલા કેસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે.

"ભાજપ સરકારને ડર લાગી ગયો છે." ગોપાલ ઇટલીયા

ગઈકાલે રાત્રે બે વાગ્યે સુરેન્દ્રનગર, પોરબંદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે સાંજે પાંચ વાગ્યે કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે FIR નોંધાવી હતી, જ્યારે પરમદિવસે જૂનાગઢમાં પણ FIR કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં FIR નો માહોલ સર્જાયો છે, કારણ કે ભાજપ સરકારને ડર લાગી ગયો છે. ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસે ધમકાવી તેમના મોબાઈલમાંથી ચૂંટણી સંબંધિત ડેટા કાઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે આજે બપોરે અઢી વાગ્યે ઈસુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાજપ ઓફિસમાંથી આદેશ મળ્યા છે કે આમ આદમી પાર્ટીના તમામ લોકોની અટકાયત કરવાની છે. તેમણે આ ઘટનાને દાદાગીરી અને ગુંડાગીરીની હદ વટાવતી ગણાવી અને જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીને બેસાડી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું : કચ્છ બાદ હવે અહીંથી AAP-કોંગ્રેસના ઢગલો કાર્યકરો BJP માં જોડાયા

પોલીસ દ્વારા ઉપરથી ભાજપના આદેશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવવાની યોજના હોવાનું જણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને અપીલ કરી કે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે અને આવનારી ચૂંટણીમાં આવા તંત્ર સામે જવાબ આપવો જોઈએ. તેમણે લોકોને વિનંતી કરી કે જે કોઈ મિત્રો ખંભાળિયા પહોંચી શકે તેઓ પહોંચે અને આ લડતમાં સાથ આપે, એમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!