Home Gujarat Ahmedabad Imd Gujarat Rain Forecast 4 Days Thunderstorm Alert

ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે : ગાજવીજ, પવન, તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી
Published by: Vishal Dave
Last Updated: Apr 01, 2026, 10:53 AM IST

ગુજરાતના હવામાન અચાનક આવ્યો પલટો

હાલ રાજ્યના હવામાનમાં થયો મોટો ફેરફાર

આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી

IMDએ આપી 4 દિવસ સુધી વરસાદની આગાહી

Gujarat Weather Rain Forecast: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં હવામાનનો અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્રિપલ વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં જ્યાં આકરી ગરમી પડવાની હોય, ત્યાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લીધે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું જોખમ ઉભું થયું છે. હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ રાજ્યમાં એકસાથે ત્રણ અલગ અલગ વેધર સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ સુધી વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા છે. આ દરમિયાન ગાજવીજ, વીજળી અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance), અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ભેજયુક્ત પવનના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ ત્રણેય સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા વધી ગઈ છે.

કયા વિસ્તારોમાં વધુ અસર?

આ આગાહીને ધ્યાનમાં લેતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ખાસ અસર જોવા મળી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આ અસર પહોંચી શકે છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે.

2 થી 3 એપ્રિલ ખાસ મહત્વના દિવસોઃ

હવામાન વિભાગે ખાસ કરીને 2 અને 3 એપ્રિલને વધુ સક્રિય દિવસ તરીકે ચિહ્નિત કર્યા છે. આ દિવસોમાં તોફાની પવન, આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વધારે છે. આ સમય દરમિયાન ખેડૂતો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને ઘઉં, જીરુ અને શાકભાજીના પાક માટે આ માવઠું જોખમરૂપ બની શકે છે.

તાપમાનમાં થશે ઘટાડોઃ

આ વરસાદી પ્રવૃત્તિના કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. તાજેતરમાં વધતી ગરમી વચ્ચે આ વરસાદ લોકોને થોડી રાહત આપી શકે છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

સમગ્ર ભારતમાં પણ વધશે વરસાદઃ

માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ બદલાતું હવામાન પેટર્ન સૂચવે છે કે આ વર્ષે પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ થોડા વહેલા અને વધુ સક્રિય બની શકે છે.

ગુજરાતમાં એપ્રિલ મહિનો સામાન્ય રીતે ગરમી માટે ઓળખાય છે, પરંતુ આ વખતે માવઠું અને તોફાની પવન જેવી પરિસ્થિતિઓ લોકોના દૈનિક જીવન પર સીધી અસર કરી શકે છે. ખાસ કરીને ખેડૂતો, નાના વેપારીઓ અને બહાર કામ કરતા લોકો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે. સાથે જ વીજળી પડવાની અને પવનના કારણે વૃક્ષો કે ઇલેક્ટ્રિક લાઈનને નુકસાન થવાનો ખતરો પણ રહે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ