Home Gujarat Pm Modi Event Vav Tharad Food Packet Chaos Banaskantha

વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના : પડાપડી, ધક્કામુક્કી અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા

ફૂડપેકેટ માટે પડાપડી કરતાં લોકો
Published by: Chintan Chavda
Last Updated: Apr 01, 2026, 11:38 AM IST

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફૂડ પેકેટ વિતરણ દરમિયાન ભીડ અચાનક બેકાબૂ બની ગઈ અને લોકો વચ્ચે પડાપડી, ધક્કામુક્કી અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે ચર્ચાનો વિષય બન્યો છે.

ફૂડ પેકેટ માટે લોકો વચ્ચે પડાપડી

મળતી માહિતી મુજબ, PM ના કાર્યક્રમ બાદ હાજર લોકોને ફૂડ પેકેટ આપવામાં આવતાં હતા. શરૂઆતમાં વ્યવસ્થિત રીતે વિતરણ થઈ રહ્યું હતું, પરંતુ થોડી જ વારમાં ભીડ વધતાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ.

લોકો એકબીજાના હાથમાંથી ફૂડ પેકેટ ખેંચતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો તો વધુ પેકેટ મેળવવા માટે આગળ ધસી આવ્યા અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. સ્થળ પર હાજર અન્ય લોકો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ હતી.

ટ્રક પર ચઢી ગયા લોકો

પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે કેટલાક લોકો સીધા ફૂડ પેકેટ ભરેલા ટ્રક પર ચઢી ગયા. ટ્રક પરથી સીધા પેકેટ લઈ લેવા માટે લોકો વચ્ચે સ્પર્ધા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો... : કહ્યું-"તે સ્નેહ હું ક્યારેય નહીં ભૂલી શકું, બાજરીના રોટલા.. ઘી-ગોળ, લસણની-ચટણી...તાજું માખણ....'

આ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ભીડને નિયંત્રિત કરવા પૂરતી વ્યવસ્થા નહોતી, જેના કારણે લોકોમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ. આ ઘટના કાર્યક્રમની વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
Play Video