Home Gujarat Gujarat Election Voter List Final Release Today Date Announcement

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ : જાણી લો મતદાન, પરિણામ અને મહત્વની તારીખોની વિગતો

gujarat local body elections 2026
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 01, 2026, 01:12 PM IST

gujarat local body elections 2026: ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલીક્રિશ્નાએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીના કાર્યક્રમની વિગતો આપી છે. આ વખતે રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજાવાની હોવાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે.

ચૂંટણીનું માળખું અને બેઠકોની વિગત

આ ચૂંટણીમાં કુલ 9992 બેઠકો માટે મતદાન થશે. જેમાં નીચે મુજબની સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં 15 મહાનગરપાલિકાઓ (જેમાં 9 નવી બનેલી મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે). આ સિવાય 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતોમાં (33 જૂની અને 1 નવી બનેલી વાવ-થરાદ જિલ્લા પંચાયત) અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ ચૂંટણી યોજાશે નહીં. આ ઉપરાંત, પંચાયતોની જેમ નગરપાલિકાઓમાં પણ રોટેશન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર! : 35 અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો લિસ્ટમાં કોનું નામ?

ચૂંટણી કાર્યક્રમ (મહત્વની તારીખો)

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ શિડ્યુલ મુજબ સમગ્ર પ્રક્રિયા એપ્રિલ માસમાં પૂર્ણ થશે..

વિગત

તારીખ

ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત

6 એપ્રિલ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

11 એપ્રિલ

ઉમેદવારી ફોર્મની ચકાસણી

13 એપ્રિલ

ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ

15 એપ્રિલ

મતદાનની તારીખ

26 એપ્રિલ

મતગણતરી અને પરિણામ

28 એપ્રિલ

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ

30 એપ્રિલ

મતદારોના આંકડા અને વ્યવસ્થા

ગુજરાતમાં આ વખતે કુલ 4 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભારત ચૂંટણી પંચની અધ્યતન યાદીને આધારે આ ચૂંટણી યોજાશે.

  • કુલ મતદારો: 4 કરોડથી વધુ.

  • પુરુષ મતદારો: આશરે 2.17 કરોડ.

  • મહિલા મતદારો: 2 કરોડથી વધુ.

  • મહાનગરપાલિકા વિસ્તાર: 1.10 કરોડ મતદારો (ચોક્કસ આંકડો: 1,10,39,131).

  • નગરપાલિકા વિસ્તાર: 33.66 લાખ મતદારો.

  • જિલ્લા/તાલુકા પંચાયત વિસ્તાર: 2,74,82,357 મતદારો.

EVM થી થશે મતદાન

તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા EVM (Electronic Voting Machine) દ્વારા હાથ ધરવામાં આવશે. ઓબીસી અનામતના નિર્ણય બાદ રાજ્યની આ સૌથી મોટી ચૂંટણી ગણાઈ રહી છે, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!