Home Gujarat Khambhalia Poonam Madam Bhakti Kan Gopi Raas Video Viral

ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ : કાન-ગોપી રાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મંજીરાં વગાડતા પૂનમ માડમ
Published by: Chintan Chavda
Last Updated: Apr 01, 2026, 11:17 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં ધાર્મિક માહોલ વચ્ચે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. સાંસદ પૂનમ માડમ ભક્તિમય રંગમાં રંગાઈ જતાં ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પૂનમ માડમ જોડાયા કાન-ગોપી રાસમાં

મળતી માહિતી મુજબ, ખંભાળીયા તાલુકાના બજાણા ગામે યોજાયેલા ભાગવત સપ્તાહ પ્રસંગ દરમિયાન પૂનમ માડમ કાન-ગોપી રાસમાં જોડાયા હતા. તેઓ કાન ગોપી મંડળી સાથે જોડાઈ ઉત્સાહભેર ઝાંઝ અને પખાજ વગાડતા કાન્હાની ભક્તિમાં લીન થયા હતા. તેમનો આ સરળ અને ભક્તિમય અંદાજ ત્યાં હાજર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સાંસદ પદની ઔપચારિકતા છોડીને એક સામાન્ય ભક્તની જેમ તેઓ કીર્તન અને ભજનમાં જોડાયા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ભક્તિમય વાતાવરણ વધુ ગાઢ બન્યું હતું.

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂનમ માડમના આ સરળ સ્વભાવ અને ધાર્મિક ભાવનાને વખાણી રહ્યા છે.

આ પણ વાંચો: ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો : ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવા ધાર્મિક પ્રસંગોમાં જનપ્રતિનિધિઓની હાજરી અને તેમની સાદગી લોકો સાથેનો જોડાણ મજબૂત બનાવે છે. જામ ખંભાળીયામાં યોજાયેલ આ કાર્યક્રમ ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય બની રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના