Home Business Gold Jewellery 916 750 585 Meaning Gujarati

સોના પર લખેલા 916, 750 અને 585નો શું છે અર્થ? : ખરીદતા પહેલા જાણી લેજો ખાસ આ વાત

Gold Hallmark
Published by: Viral Patel
Last Updated: May 13, 2026, 12:46 PM IST

Gold Hallmark: જો તમે ક્યારેય સોનાની વીંટી, ચેઈન કે બંગડીને ધ્યાનથી જોઈ હોય, તો તેના પર 916, 750, 585 કે 999 જેવા નાના નંબર ચોક્કસ જોવા મળ્યા હશે. મોટાભાગના લોકો તેને સામાન્ય કોડ કે સીરીયલ નંબર સમજે છે. પરંતુ, વાસ્તવમાં આ નંબર સોનાની શુદ્ધતા એટલે કે ગોલ્ડ પ્યોરિટી દર્શાવે છે. આ નંબરોને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે તમે જે જ્વેલરી ખરીદી રહ્યા છો તેમાં કેટલું અસલી સોનું છે.

916નો અર્થ શું છે?

ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું હોલમાર્ક 916 છે. તેનો અર્થ એ છે કે જ્વેલરીમાં 91.6% શુદ્ધ સોનું છે. તેને 22 કેરેટ ગોલ્ડ કહેવામાં આવે છે. બાકીનો હિસ્સો તાંબું, ચાંદી કે ઝિંક જેવી ધાતુઓનો હોય છે, જેનાથી ઘરેણાં મજબૂત બને છે. પરંપરાગત ભારતીય આભૂષણોમાં સામાન્ય રીતે 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

2026માં ક્યાં સુધી જઈ શકે સોનાનો ભાવ? શું કહે છે બાબાવેંગા? : જાણો શું કહે છે બાબા વેંગાની વાયરલ આગાહી અને નિષ્ણાતોની ચેતવણી

750નો અર્થ શું થાય છે?

જો જ્વેલરી પર 750 લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તેમાં 75% શુદ્ધ સોનું છે. તેને 18 કેરેટ ગોલ્ડ કહેવામાં આવે છે. આ સોનું વધુ મજબૂત હોય છે, તેથી ડાયમંડ અને સ્ટોન જ્વેલરી (જડતર કામ) માં તેનો ભરપૂર ઉપયોગ થાય છે.

585 માર્કિંગ શા માટે હોય છે?

585નો અર્થ છે કે જ્વેલરીમાં 58.5% શુદ્ધ સોનું છે, એટલે કે તે 14 કેરેટ ગોલ્ડ છે. હળવા વજન અને મોર્ડન ડિઝાઇન વાળી જ્વેલરીમાં આનો ઉપયોગ વધુ જોવા મળે છે.

Gold Silver Price Today : મધ્યમ વર્ગ માટે સોનું-ચાંદી ખરીદવું બન્યું સ્વપ્ન, જાણો આજનો લેટેસ્ટ દર

999: સૌથી શુદ્ધ સોનું

999 માર્કિંગનો અર્થ 99.9% શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ ગોલ્ડ થાય છે. આ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ તે અત્યંત નરમ હોવાને કારણે તેમાંથી સામાન્ય રીતે ઘરેણાં બનાવી શકાતા નથી. તેનો ઉપયોગ મુખ્યત્વે સોનાના સિક્કા (ગોલ્ડ કોઈન) અને લગડી (બાર) માં થાય છે.

BIS હોલમાર્ક કેમ જરૂરી છે?

ભારતમાં સોનાની શુદ્ધતાની તપાસ અને પ્રમાણપત્રનું કામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) કરે છે. BIS હોલમાર્ક એ વાતની ગેરંટી આપે છે કે જ્વેલરીની શુદ્ધતા ચકાસવામાં આવી છે અને તે નક્કી કરેલા ધોરણો પર ખરી ઉતરે છે. આજકાલ હોલમાર્ક જ્વેલરી પર નીચેની ત્રણ વસ્તુઓ હોવી અનિવાર્ય છે. BIS લોગો, શુદ્ધતાનો નંબર (જેમ કે 916 કે 750) અને 6 અંકનો HUID કોડ. આ HUID કોડની મદદથી ગ્રાહકો પોતાની જ્વેલરીની સત્યતાને ટ્રેક અને વેરિફાય કરી શકે છે.

સોનું-ચાંદી ખરીદવું હવે સામાન્ય માણસના ગજા બહાર : ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા જ ચાંદી રૂ.3 લાખને પાર, સોનાના ભાવમાં પણ તોતિંગ વધારો

ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

સોનાની કિંમત માત્ર તેની શુદ્ધતા પર નિર્ભર નથી હોતી. જ્વેલરી ખરીદતી વખતે બિલમાં મેકિંગ ચાર્જ, વેસ્ટેજ અને ટેક્સ (GST) પણ ઉમેરવામાં આવે છે. તેથી માત્ર હોલમાર્ક જોવો જ નહીં, પરંતુ આખું બિલ સમજવું પણ તેટલું જ જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now