ફોર્બ્સની રીઅલ ટાઇમ બિલિયોનેર્સ યાદીમાં તાજેતરમાં મોટું પરિવર્તન નોંધાયું છે, કારણ કે ગૂગલના સહ સ્થાપકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન પ્રથમ પાંચ સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં પ્રવેશી ગયા છે. ટેક ક્ષેત્રમાં AIનાં તેજીથી વધતા પ્રભાવને કારણે બંનેની નેટ વર્થમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
ગૂગલના નવા AI મોડેલ Gemini 3એ વેપાર ક્ષેત્રમાં મોટો પ્રભાવ પાડતાં તેમનાં મૂડીમાં તેજી નોંધાઈ છે. આ વધારાના કારણે લેરી પેજ હવે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ ધકેલીને વિશ્વના ત્રીજા નંબરના અરબપતિ બન્યા છે. બીજી તરફ સેર્ગેઈ બ્રિન મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગને પાર કરીને પાંચમા સ્થાને પહોંચી ગયા છે.
ફોર્બ્સ દ્વારા દર્શાવાયેલ તાજેતરના અંદાજ મુજબ
Elon Musk 460.4 Billion
Larry Ellison 248.4 Billion
Larry Page 246.2 Billion
Jeff Bezos 233.5 Billion
Sergey Brin 228.3 Billion
Mark Zuckerberg 204.0 Billion
વિશ્વના અન્ય ઉદ્યોગપતિઓમાં પણ સ્થિરતા જોવા મળે છે. LVMHના Bernard Arnault પરિવાર ચાલુ જોર સાથે ઊંચા ક્રમે છે. Nvidiaના Jensen Huang 155.4 Billion, રોકાણકાર Warren Buffett 149.0 Billion અને પૂર્વ Microsoft Chief Steve Ballmer 144.4 Billion સાથે ટોચના વર્ગમાં યથાવત છે.
AI ક્ષેત્રમાં આવતા સતત નવા ઉત્સાહે વૈશ્વિક ધનિકોની રેન્કિંગ પર સીધી અસર પહોંચાડી છે. થોડા મહિના પહેલાં Oracleના Larry Ellison ટૂંકા સમય માટે Elon Muskને પાછળ મૂકી શિખર સ્થાને પહોંચ્યા હતા. તે સમયે મળેલા અહેવાલો અનુસાર OpenAI આગામી પાંચ વર્ષમાં 300 Billion જેટલી Oracle સેવાઓનો ઉપયોગ કરી શકે છે, જેનાથી Ellisonની સંપત્તિમાં ઝડપી વધારો નોંધાયો હતો.
આ ઝડપી પરિવર્તનો દર્શાવે છે કે ટેકનોલોજી અને ખાસ કરીને AI ઉદ્યોગ હવે વૈશ્વિક સંપત્તિ અને વ્યાપારના સમીકરણને નવી દિશા આપી રહ્યો છે.




















