Real Money Gaming એટલે કે RMG ડ્રગ્સ કરતાં વધુ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આના કારણે દેશમાં આત્મહત્યા વધી રહી છે અને ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગને તેનાથી સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. લોકો જુગાર અને સટ્ટામાં લાખો ગુમાવી રહ્યા છે અને આનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે.
Promotion and Regulation of Online Gaming Bill, 2025 પસાર થઈ ગયું છે. આ પછી, ભારતના Real-Money Gaming ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. મોટા ગેમિંગ પ્લેટફોર્મ્સે તાત્કાલિક તેમના પૈસાથી ચાલતા ગેમ્સ બંધ કરી દીધા છે. જો કે, આ એપ્સ હજુ પણ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
Dream11, Pokerbazi અને MPL જેવા પ્લેટફોર્મ્સે તેમની વેબસાઇટ પર લખ્યું છે કે સરકારના આ પગલા પછી, તેઓને પોતાનો વ્યવસાય બંધ કરવાની ફરજ પડી છે. આ કંપનીઓએ યુઝર્સને ખાતરી આપી છે કે તેમના દ્વારા ઇન્વેસ્ટ કરાયેલા પૈસા 100% સુરક્ષિત છે અને કંપની તેને પરત કરશે.
આ 10 કંપનીઓને ભારે નુકસાન થશે
સરકારના આ પગલાની સીધી અસર દેશની ટોપ RMG એપ્સ પર પડશે. આમાં Dream 11, Games 24X7, MPL, Gameskraft, WinZO, Zupee, Junglee Games, Head Digital Works અને Pokerbaaziનો સમાવેશ થાય છે. આ બધા પ્લેટફોર્મ દેશમાં Real Money Gamingનું સંચાલન કરી રહ્યા છે. ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા પછી, તેઓ હવે સટ્ટાબાજી અને જુગાર રમી શકશે નહીં. હકીકતમાં, આ કંપનીઓ પોતાને સ્કિલ બેઝ્ડ ગેમ્સની જેમ પ્રમોટ કરી રહી હતી, પરંતુ વાસ્તવમાં આ Real Money Gaming છે જેને સટ્ટાબાજી અને જુગારની કેટેગરીમાં રાખવામાં આવે છે. .
નવા કાયદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હવે કોઈપણ RMG ને તેના પ્રમોશન અને ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવામાં આવશે નહીં. નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કંપનીઓને પણ 1 કરોડ રૂપિયા સુધીનો ફાઇન અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે, જ્યારે પ્રમોટરો પર 50 લાખ રૂપિયા સુધીનો ફાઇન અને બે વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
બેનની અસર ફક્ત RMG પર છે
RMG એપ્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. Zupee એ તેની બધી Real-Money Games બંધ કરી દીધી છે, પરંતુ તેણે Ludo Supreme, Ludo Turbo, Snakes & Ladders અને Trump Card Mania જેવી ફ્રી-ટુ-પ્લે ગેમ્સ ચાલુ રાખી છે. PokerBaazi એ પણ કામગીરી બંધ કરી દીધી છે. તેવી જ રીતે, Dream11 અને My11Circle એ પણ ફેન્ટસી ગેમ્સ બંધ કરી દીધી છે.
નવા નિયમથી Esports અને Social Gaming પર કોઈ અસર થશે નહીં. કારણ કે Online Gaming Bill 2025 મુજબ, તે રમતો પર કોઈ અસર થશે નહીં જ્યાં તમે પૈસાનું રોકાણ કરીને ગેમપ્લેમાં સુધારો કરો છો. દાખલા તરીકે, Clash of clash જેવી રમતોમાં પણ ઇન-એપ પરચેસ હોય છે, પરંતુ અહીં યુઝર્સ પૈસા ચૂકવીને વધુ પૈસા કમાતા નથી, તેના બદલે તે પોતાની સ્કિન અને ગનને અપગ્રેડ કરે છે. બીજી બાજુ, Dream11 જેવા પ્લેટફોર્મ પર, લોકો એવી આશામાં પૈસા ઇન્વેસ્ટ કરે છે કે જીતવા પર તેમને કરોડો રૂપિયા મળશે, જે એક પ્રકારનો સટ્ટો અને જુગાર જ છે.
MPL એ નવી ડિપોઝિટ લેવાનું બંધ કરી દીધું છે, પરંતુ યુઝર્સ તેમના પૈસા ઉપાડી શકે છે. GamesKraft એ Add Cash અને Gameplay બંધ કરી દીધું છે પરંતુ Withdrawl ચાલુ રાખ્યો છે. Games24x7 (My11Circle) એ પણ ડિપોઝિટ બંધ કરી દીધી છે. Probo જેવા નવા પ્લેટફોર્મે પણ તાત્કાલિક Real-Money Games બંધ કરી દીધા છે અને હવે ફ્રી મોડેલ તરફ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.
સરકારનું કહેવું છે કે આ પગલું પબ્લિક ઇંટ્રેસ્ટમાં લેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે Real-Money Games ને કારણે ફાઇનાન્શિયલ નુકસાન, મેન્ટલ સ્ટ્રેસ અને એડિક્શન જેવી સમસ્યાઓ વધી રહી હતી. આ સિવાય, ડિજિટલ વોલેટ અને ક્રિપ્ટો દ્વારા મની લોન્ડરિંગ અને ઇનલીગલ ફંડિંગનું જોખમ પણ વધ્યું હતું.
નોંધનીય છે કે, FIFS, AIGF અને EGF જેવા કેટલાક ઉદ્યોગ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આનાથી ભારતીય કંપનીઓને નુકસાન થશે અને ઇનલીગલ પ્લેટફોર્મને ફાયદો થશે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ કાયદો વ્યવસાય કરવાના અધિકાર એટલે કે Article 19(1)(g) ની વિરુદ્ધ જઈ શકે છે. RMG ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે સંપૂર્ણ પ્રતિબંધ ફ્યુચર જોબ્સને જોખમમાં મૂકી શકે છે.