Home International Cockroach Janta Party Pakistan Isi Allegations Fact Check Gujarati

શું કૉકરોચ જનતા પાર્ટીના ફોલોઅર્સ ખરેખર પાકિસ્તાની છે? : જાણો ISI સાથે જોડાયેલા હોવાના દાવાઓનું પૂરું સત્ય

CJP Instagram Followers
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 02:52 PM IST

CJP Instagram Followers: સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનારી કૉકરોચ જનતા પાર્ટી (CJP) પર ભાજપના નેતાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે; જાણો શું છે વાયરલ દાવાઓ અને ફાઉન્ડર અભિજીત દિપકે સાથે જોડાયેલા વિવાદોની પૂરી સચ્ચાઈ. સોશિયલ મીડિયા પર માત્ર એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) આ સમયે દેશના રાજકારણ અને ઈન્ટરનેટ ચર્ચાના કેન્દ્રમાં છે. ઈન્સ્ટાગ્રામ પર રેકોર્ડબ્રેક 20 મિલિયન (2 કરોડ)થી વધુ ફોલોઅર્સ મેળવીને સુર્ખીઓમાં આવેલી આ પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે પર હવે પાકિસ્તાન અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં ગુનાહિત ટોળકી સામે મોટી કાર્યવાહી! : પાંચ રીઢા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

ભાજપ યુવા મોરચાના મહાસચિવ તજિન્દર બગ્ગા અને નેતા પ્રીતિ ગાંધી સહિતના ઘણા પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે આ પાર્ટીને ભારત કરતાં પાકિસ્તાન તરફથી વધુ સમર્થન મળી રહ્યું છે. બગ્ગા દ્વારા શેર કરવામાં આવેલા થર્ડ-પાર્ટી આંકડા અનુસાર, CJP ના 77% ફોલોઅર્સ વિદેશી છે, જેમાં એકલા 49% પાકિસ્તાનથી છે, જ્યારે ભારતના ફોલોઅર્સ માત્ર 9% છે. આ આરોપો પર પલટવાર કરતા બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પુણેના રહેવાસી અભિજીત દિપકેએ ઈન્સ્ટાગ્રામના વાસ્તવિક ઈનસાઈટ્સ (આંકડા) શેર કર્યા છે. દિપકેના જણાવ્યા અનુસાર, તેમના 94% ફોલોઅર્સ ભારતીય યુવાનો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ભારતીય યુવાનોને પાકિસ્તાની કેમ કહેવામાં આવી રહ્યા છે? હાલમાં મેટા અથવા ઈન્સ્ટાગ્રામ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.

શું બંધ થઈ ગયું X (ટ્વિટર) એકાઉન્ટ?

વિવાદોની વચ્ચે, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ની ‘રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ’ સાથે જોડાયેલા ઇનપુટ પછી કેન્દ્ર સરકારના નિર્દેશ પર CJP ના સત્તાવાર X હેન્ડલને ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો કે, દિપકેએ ‘કૉકરોચ ઈઝ બેક’ નામે નવું હેન્ડલ બનાવી લીધું છે, જેને મહુઆ મોઈત્રા અને પ્રશાંત ભૂષણ જેવી મોટી હસ્તીઓનું સમર્થન પણ મળ્યું છે.

કચ્છને હવે મળશે દિલ્હીની સીધી કનેક્ટિવિટી! : ભુજ-દિલ્હી નવી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી ઐતિહાસિક ભેટ

શું ખરેખર ISI એજન્ટ છે અભિજીત દિપકે?

અભિજીત દિપકેને ‘ISI એજન્ટ’ ગણાવતા દાવાઓ પાછળ વર્ષ 2019ની એક જૂની ફરિયાદ છે. કલમ 370 હટાવ્યા બાદ ‘લીગલ રાઈટ્સ ઓબ્ઝર્વેટરી’ (LRO) એ દિપકે વિરુદ્ધ પુણે પોલીસમાં યુએપીએ (UAPA) હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના પર અલગતાવાદી વિચારોને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. જો કે, આ ફરિયાદ પર આગળ કોઈ દંડાત્મક કાર્યવાહી થઈ નહોતી. તપાસ એજન્સીઓ તરફથી દિપકે ‘ISI એજન્ટ’ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેથી આ દાવો માત્ર એક રાજકીય આરોપ છે.

કેવી રીતે થઈ આ અનોખી પાર્ટીની શરૂઆત?

જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા એક સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનોની સરખામણી કથિત રીતે ‘કૉકરોચ’ સાથે કર્યા બાદ, વિરોધ સ્વરૂપે આ પેરોડી (વ્યંગ્ય) પાર્ટીની શરૂઆત થઈ હતી. જે મામલો માત્ર એક મજાકથી શરૂ થયો હતો, તે હવે દેશના સૌથી મોટા ઓનલાઈન રાજકીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.

નર્મદામાં દારૂ-જુગારના અડ્ડા મામલે સાંસદ મનસુખ વસાવા આક્રમક : ગૃહમંત્રી હર્ષ સંઘવીને સનસનાટીપૂર્ણ પત્ર લખતા ખળભળાટ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now