logo-img
China Japan Taiwan Tension Travel Warning

ચીન-જાપાન વચ્ચે તણાવ : નાગરિકોને જાપાન ના જવાની આપી સલાહ

ચીન-જાપાન વચ્ચે તણાવ
Published by: Offbeat Team
| Last Updated: Nov 15, 2025, 04:00 PM IST

ચીન અને જાપાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે. તાઇવાનને લઈને જાપાનના નવા વડાપ્રધાન Shinai Takaichi દ્વારા આપવામાં આવેલા નિવેદનને પગલે ચીને તેના નાગરિકોને જાપાન પ્રવાસ ન કરવાનું કહેતા સત્તાવાર એલર્ટ જાહેર કર્યું છે.

જાપાનની સંસદમાં 7 November ના રોજ તાકાઈચીએ કહ્યું હતું કે તાઇવાન વિરુદ્ધ ચીન બળનો ઉપયોગ કરે તો ટોક્યો લશ્કરી ઉત્તર આપે તે શક્ય છે. આ નિવેદન બાદ બંને દેશોએ એકબીજાના રાજદૂતને બોલાવી કડક વિરોધ નોંધાવ્યો હતો.


ચીનનો પ્રવાસ એલર્ટ જાહેર

જાપાન સ્થિત ચીની દૂતાવાસે WeChat પોસ્ટ દ્વારા પોતાના નાગરિકોને જાપાન ન જવાની સલાહ આપી. પોસ્ટમાં જણાવાયું કે તાઇવાન મુદ્દે જાપાની નેતાઓના નિવેદનોથી ચીન સામે વિરોધી ભાવના પેદા થઈ રહી છે અને આ પરિસ્થિતિ ચીની પ્રવાસીઓ માટે જોખમી બની શકે છે.

પોસ્ટમાં ઉમેરાયું કે આ વાતાવરણ “વ્યક્તિગત સેફ્ટી, જીવન સુરક્ષા અને સામાન્ય સંપર્ક માટે જોખમકારક” બની શકે છે, તેથી આગામી સમયમાં પ્રવાસ ટાળવો જોઈએ.


તાઇવાન મુદ્દે કડક વલણ

ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે અને જરૂર પડે તો શક્તિ દ્વારા કબજો મેળવવાની શક્યતા નકારી કાઢી નથી. બીજી તરફ, જાપાનનો દાવો છે કે તાઇવાન પરનો મુદ્દો એશિયાની સુરક્ષા સાથે સીધો જોડાયેલ છે.

તાકાઈચીએ સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો તાઇવાન ઉપર હુમલો થાય તો તે “Japanના રાષ્ટ્રીય અસ્તિત્વ માટે ખતરો” બની શકે.
જાપાનમાં 2015માં લાવેલ સુરક્ષા કાયદો અનુસાર, Tokyo ખાસ સંજોગોમાં Collective Self Defence કરી શકે છે.


શા માટે તણાવ વધ્યો?

તાકાઈચી ભૂતપૂર્વ વડાપ્રધાન Shinzo Abe ના નજીકના સાથી છે અને ચીન વિરુદ્ધ કડક વલણ માટે જાણીતા છે. તેઓ તાઇવાનની મુલાકાત કરી ચુક્યા છે અને ગયા APEC Summitમાં તાઇવાન પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરી હતી.

તેમના નિવેદનના વિરોધમાં Chinaના Osaka Consulate General Zhu Jian એ સોશિયલ મીડિયા પર અપ્રિય ટિપ્પણી કરી હતી, જે બાદમાં જાપાનના વિરોધ પછી કાઢી નાખવામાં આવી.


રાજદ્વારી અસર

ચીન અને જાપાન મોટા વેપારી ભાગીદાર હોવા છતાં ઇતિહાસિક શંકા અને એશિયા-પેસિફિકમાં પ્રભાવ માટેની સ્પર્ધા બંનેને સતત ટકરાવની સ્થિતિમાં રાખે છે. તાઇવાન મુદ્દે અમેરિકા પણ જોડાયેલ હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now