logo-img
Mango Farmer Itat Relief Bengaluru

બેંગલુરૂમાં ખેડૂતે કેરી વેચીને કમાયા 1.82 કરોડ રૂપિયા : ઈનકમ ટેક્સ વિભાગે મોકલી નોટિસ, જાણો આખી ઘટના

બેંગલુરૂમાં ખેડૂતે કેરી વેચીને કમાયા 1.82 કરોડ રૂપિયા
Published by: Offbeat Team
| Last Updated: Nov 14, 2025, 04:00 PM IST

બેંગલુરુમાં એક રસપ્રદ અને મહત્વપૂર્ણ કર વિવાદનો અંત આવ્યો છે. કેરીના ખેડૂતને આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) બેંગલુરુ બેન્ચે મોટી રાહત આપી છે. 30 ઑક્ટોબર, 2025ના ચુકાદામાં ટ્રિબ્યુનલે ખેડૂત શ્રી કાનનાની તરફેણમાં નિર્ણય આપ્યો અને આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસને રદ કરી દીધી. ટ્રિબ્યુનલએ સ્પષ્ટ જણાવ્યું કે કર અધિકારીનો અંદાજ “અનુમાન અને ઑનલાઈન લેખોના આધાર પર હતો”, જ્યારે તેના સમર્થનમાં પૂરતા પુરાવા નહોતા.


કેસ કેવી રીતે શરૂ થયો?

શ્રી કાનના પાસે કુલ 22.24 એકર જમીન છે, જ્યાં તેઓ કેરી અને અન્ય ફળોની ખેતી કરે છે. તેમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ નાણાકીય વર્ષ 2019–20 માટે રિટર્ન ફાઇલ કર્યું હતું અને કુલ ₹4,858,140 આવક દર્શાવી હતી. તેમાં ₹1.85 કરોડ કૃષિ આવક તરીકે દર્શાવવામાં આવી હતી.

આટલી મોટી કૃષિ આવક કેરી જેવા એક જ પાક પરથી આવી હોવાના કારણે કર વિભાગે CASS (Computer Assisted Scrutiny Selection) હેઠળ કેસ તપાસ માટે પસંદ કર્યો.


કર અધિકારીને કેમ લાગ્યો શંકાસ્પદ?

ચકાસણી દરમિયાન કર વિભાગે ખેડૂત પાસે ખરેખર ખેતી થાય છે કે નહીં તેની ખાતરી માટે ફીલ્ડ વેરીફિકેશન કરાવ્યું. અહેવાલમાં:

  • જમીન સંપૂર્ણપણે કેરી ઊગાડવામાં આવેલી હોવાની પુષ્ટિ મળી

  • ઉત્પાદન સરેરાશ 34 ટન પ્રતિ એકર હોવાનું જણાયું

  • પ્રતિ ટન ભાવ ₹7,000 થી ₹10,000 ના હોવાનું જાણવા મળ્યું

આ આધાર પર અધિકારીઓએ આંક્યું કે ખેડૂતનું વાસ્તવિક વેચાણ પ્રતિ એકર ₹9.6 લાખ જેટલું થવું જોઈએ.


કર વિભાગની મહત્વપૂર્ણ ભૂલ

કર અધિકારીઓએ ઈન્ટરનેટ પરથી મળેલા આંધ્ર પ્રદેશના ભાવનો આધાર લઈને નવી ગણતરી કરી. ઓનલાઈન લેખ મુજબ પ્રતિ ટન કેરીનો સરેરાશ ભાવ ₹45,000 દર્શાવાયો હતો. આના આધારે:

  • કુલ વેચાણ અંદાજ: ₹43.20 લાખ

  • ખર્ચ: ₹21.60 લાખ

  • બાકીની રકમ ₹1.2 કરોડને કલમ 68 હેઠળ ‘અસ્પષ્ટ રોકડ જમા’ ગણાવી કરપાત્ર ઠરાવાઈ

આ જ આધાર પર ખેડૂતને નોટિસ આપવામાં આવી હતી.


ખેડૂતની અપીલ—મજબૂત દલીલો

ખેડૂતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તિરુમાલા નાયડુએ CIT (A) સમક્ષ અપીલ દાખલ કરી. તેમણે દલીલ કરી:

  • કેરીના ભાવ જાત પ્રમાણે, ગુણવત્તા પ્રમાણે અને મોસમ પ્રમાણે બદલાય છે

  • રસદાર કેરી અને ટેબલ કેરીના ભાવમાં મોટો તફાવત રહે છે

  • આંધ્ર પ્રદેશના ઇન્ટરનેટ પર દેખાતા ભાવને કરચુકવણીના આધારે નક્કી કરવો સાચું નથી

CIT (A) એ આ દલીલો સ્વીકારી અને કર વિભાગની ₹1.2 કરોડની વધારાની ગણતરી રદ કરી.


ITATએ શું કહ્યું?

ITAT બેંગલુરુએ ચુકાદામાં મહત્વના મુદ્દાઓ નોંધ્યા:

  • ખેડૂત દ્વારા રજૂ કરાયેલા ચાર કોન્ટ્રાક્ટરોના સોગંદનામા વિશ્વસનીય છે

  • ચકાસણી એકમના અહેવાલમાં ખેતી ચાલી રહી હોવાની પુષ્ટિ મળી છે

  • ખેડૂતનો ₹4.1 મિલિયનનો ખર્ચ કર અધિકારીના અંદાજિત ₹2.1 મિલિયનથી વધારે છે, એટલે ખેડૂતનું રિટ્રણ વધુ વાસ્તવિક લાગે છે

  • કર અધિકારી દ્વારા ઓનલાઈન મળેલી માહિતી પરથી કરપાત્ર આવક નિર્ધારિત કરવી કાયદેસર નહીં

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now