અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે વિશ્વનું સમીકરણ અકદમ બદલી નાખ્યું છે. એક બાજુ અમેરિકાએ રાશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે ભારત પર ભારે ટેરિફ લગાવ્યો છે પરંતુ રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદનાર ચીન પર તે હજુ પણ ચૂપ છે. આ બધા વચ્ચે ચીને અમેરીકાને આડે હાથે લઈ લીધું.
ભારતમાં ચીનના રાજદૂત શુ ફેહોંગે અમેરીકાને બુલી (પજવણી કરનાર) ગણાવતા કહ્યું કે અમેરિકાને લાંબા સમયથી ફ્રી ટ્રેડથી ફાયદો થઈ રહ્યો હતો પરંતુ હવે તે આજ ટેરિફને બાર્ગેનિંગ ચિપની જેમ ઉપયોગ કરી રહ્યું છે.
તેમને કહ્યું કે, અમેરિકાએ ભારત પર 50 % સુધી ટેરિફ લગાવ્યો છે અને ચીન આનો સંપૂર્ણ વિરોધ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું, ભારત પર લગાવેલા ભારે ટેરિફ પર ચૂપ રહેવાથી માત્ર બુલી વધુ મજબૂત બનશે. એવામાં ચીન મજબૂતીથી ભારત સાથે ઊભું છે.
ભારતના સામાન માટે ચીનના બજાર ખોલવા પર ફેહોંગે કહ્યું કે બંને દેશો વચ્ચે એક-બીજા દેશને સામાન વેચાવાને લઈને જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. અમે ચીનના બજારમાં વધુમાં વધુ ભારતીય સામાન વેચવા માટે સ્વાગત કરીએ છીએ. ભારત આઇટી, સોફ્ટવેર અને બાયોમેડીસીનના સેક્ટરમાં પ્રતિસ્પર્ધી છે ત્યારે ચીન ઇલેક્ટ્રોનક્સ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ન્યુ એનર્જીના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું છે.
તેમને કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે ભારતના બિઝનેસમેણ ચીનમાં વધુમાં વધુ ઇન્વેસ્ટ કરે. સાથે જ ચીનના બિઝનેસમેનને પણ ભારતમાં ઇન્વેસ્ટ માટે સારો મળવું જોઈએ.