Home Gujarat Chaitar Vasava Controversy Mansukh Vasava Reaction

"ચૈતર વસાવા અગાઉથી જ આવી રીતે ઝઘડા કરવા માટે જાણીતા છે" : AAP MLA લાફાકાંડ પર સાંસદ મનસુખ વસવાની પ્રતિક્રિયા

ચૈતર વસાવાના લાફાકાંડ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા
Published by: Chintan Chavda
Last Updated: Apr 28, 2026, 04:54 AM IST

ભરૂચની મેટ્રો પોલીમર કંપનીમાં 23 એપ્રિલ 2026 ગુરુવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં કુલ 15 જેટલા કામદારો દાઝી જવાના અહેવાલ સામે આવ્યા હતા, જેમાંથી આજે સારવાર દરમિયાન બે કામદારોના મોત નિપજતાં પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. ત્યારે આ ઘટનામાં વધુ એક મુદ્દો ઉછળ્યો છે જેમાં AAP MLA ચૈતર વસાવા અને મૃતકના કૌટુંબિક ભાઈ રોશન વસાવા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મામલે હવે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે.

સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા

મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “એક ધારાસભ્ય તરીકે કોઈ વ્યક્તિને લાફો મારવો કે ઝઘડો કરવો બિલકુલ યોગ્ય નથી.” તેમણે આ ઘટનાને ગંભીર ગણાવી અને જણાવ્યું કે લોકપ્રતિનિધિઓએ સંયમ અને જવાબદારીથી વર્તવું જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જે ઘટનામાં મૃત્યુ થયું છે, તેમાં પીડિતોને યોગ્ય વળતર મળે તે માટે ભાજપ દ્વારા પહેલેથી જ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ કંપની અને સંબંધિત તંત્ર સાથે ચર્ચા પણ હાથ ધરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: AAP MLA ના મારામારી કરતાં દ્રશ્યો વાયરલ : ચૈતર વસાવાએ વીડિયો બનાવી કરી સ્પષ્ટતા!

ચૈતર વસાવા પર આક્ષેપો અને ભૂતકાળનો ઉલ્લેખ

મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ કરતાં કહ્યું કે તેઓ અગાઉથી જ આવા ઝઘડાઓ માટે જાણીતા રહ્યા છે. કોઈ મુદ્દો હોય તો તેને નિયમસર અને શાંતિપૂર્ણ રીતે રજૂ કરવો જોઈએ, પરંતુ ગેટ કૂદી અંદર પ્રવેશ કરવો અને બળજબરી કરવી યોગ્ય નથી.

તેમણે દાવો કર્યો કે, કોર્ટ દ્વારા શરતો સાથે ડેડીયાપાડામાં પ્રવેશ મળ્યા બાદ પણ થોડા જ દિવસોમાં ફરી આવી ઘટના બનવી એ ચિંતાજનક છે અને તે સ્થાનિક વાતાવરણને તંગ બનાવી શકે છે.

સાંસદે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘણીવાર આવી ઘટનાઓમાં તોડફોડ અને દબાણ માટે સ્થળ પર પહોંચે છે, જે લોકશાહી પ્રક્રિયા માટે યોગ્ય નથી.


આ પણ વાંચો: ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને ચૈતર વસાવા વચ્ચે લાફાલાફી! : AAP ના MLA પર પૈસા લીધાનો આક્ષેપ!

સ્થાનિક નેતાઓની ભૂમિકા અને ઘટનાની અસર

આ મામલે રિતેશ વસાવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે સ્થાનિક ધારાસભ્ય તરીકે તેમણે ઘટના સમયે સક્રિય ભૂમિકા ભજવી હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી કંપની સાથે ચર્ચા કરી હતી.

સાથે જ, અગાઉ થયેલા ગેંગવોર મામલાને લઈને રજની વસાવા અને જૈમીન પટેલના નામો પણ ચર્ચામાં હોવાનું સાંસદે જણાવ્યું, જેનાથી સમગ્ર મામલો વધુ જટિલ બનતો જણાઈ રહ્યો છે.

આ પણ વાંચો: "તારે હીરો બનવાની કોઈ જરૂર નથી" : ચૈતર વસાવા સાથે લાફાલાફી કરનાર કોણ છે રોશન વસાવા?

સ્થાનિક નેતાઓની ભૂમિકા અને ઘટનાની અસર

આ મામલે રિતેશ વસાવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે સ્થાનિક ધારાસભ્ય તરીકે તેમણે ઘટના સમયે સક્રિય ભૂમિકા ભજવી હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી કંપની સાથે ચર્ચા કરી હતી.

સાથે જ, અગાઉ થયેલા ગેંગવોર મામલાને લઈને રજની વસાવા અને જૈમીન પટેલના નામો પણ ચર્ચામાં હોવાનું સાંસદે જણાવ્યું, જેનાથી સમગ્ર મામલો વધુ જટિલ બનતો જણાઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now