Home Gujarat Bharuch Metro Polymer Fire Chaitar Vasava Dispute

"તારે હીરો બનવાની કોઈ જરૂર નથી" : ચૈતર વસાવા સાથે લાફાલાફી કરનાર કોણ છે રોશન વસાવા?

રોશન વસાવા અને ચૈતર વસાવા
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 27, 2026, 12:00 PM IST

ભરૂચની મેટ્રો પોલીમર કંપનીમાં 23 એપ્રિલ 2026 ગુરુવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં કુલ 15 જેટલા કામદારો દાઝી જવાના અહેવાલ સામે આવ્યા હતા, જેમાંથી આજે સારવાર દરમિયાન બે કામદારોના મોત નિપજતાં પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. પરંતુ મૃતકના પરિજનો, પોલીસ અને કંપનીના ડાયરેક્ટર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

પરંતુ આ સમગ્ર ઘટનાએ ત્યારે વળાંક લીધો કે, આ મામલામાં AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી થઈ. જેમાં ચૈતર વસાવા અને રોશન વસાવા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થયા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. તમને જણાવી દઈએ કે રોશન વસાવા આ આગની ઘટનામાં મરણ જનાર રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે.

રોશન વસાવાએ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં રોશન વસાવા એ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "આજે હું મેટ્રો પોલિમર એસ.ટી.કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી એ બારામાં. કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાઝેલા, એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છીએ કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છીએ, એમાં અમે બધા જ હતા, આ મારી ભાણી છે. અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા, અમે PSI સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સંતોષકારક જવાબ મળે છે કે ભાઈ 25,000 કે 30,000 જેવું વળતર દર મહિને મળે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "હવે કંપની એવું કહી રહી છે કે જો તમને વન ટાઈમ પૈસા જોઈતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોઈતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ WC

(Workmen Compensation) ના જે પૈસા મળશે 15 લાખ રૂપિયા એ પણ તરત આપવા તૈયાર છે."

"આ ખાલી પૈસા માટે આવ્યો છે" : રોશન વસાવા

ચૈતર વસાવા પર પૈસા લેવાના આરોપ લગાવતા રોશન વસાવા બોલ્યા, "અહીંયા ચૈતર વસાવા આવીને જાણી-જોઈને લોકોને ઉશ્કેરે છે પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ, આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. વાત હું મારી કરું, હું ભાજપનો નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું મારી દીદીને લઈને. મને કોઈએ અટકાવ્યો નથી કે મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી, અને મને કોઈ માનસિક રીતે હેરેસમેન્ટ કર્યું નથી. હું સ્વતંત્ર રીતે આ સ્ટેટમેન્ટ આપું છું."

"તારે હીરો બનવાની કોઈ જરૂર નથી" : રોશન વસાવા

"આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચૈતર વસાવા ની રહેશે. એ ભાઈ જાણી-જોઈને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. કંપનીનું મને એકદમ પોઝિટિવ લાગ્યું એટલા માટે મારે આ વીડિયો બનાવવો પડ્યો છે. કંઈ પણ જો હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે કે કોઈને વાગશે એની સંપૂર્ણ જવાબદારી ચૈતર વસાવા ની રહેશે. ચૈતર વસાવા ને મારે સમાજની રીતે એક જ કહેવું છે - ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી, અમે બધા જાગૃત જ છીએ. તારી લપ્પન-છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે, અને અમને શાંતિથી પોતે પણ જીવ અને અમને પણ જીવવા દે."

આ પણ વાંચો: ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફાલાફી! : ભરૂચ ઝઘડિયા ફેક્ટરી કાંડમાં ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા AAP ના MLA, પોલીસની હાજરીમાં બબાલ

"જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે વીડિયો બનાવ્યો છે" : રોશન વસાવા

"અમને રાઇટિંગમાં આપવા પણ કીધું છે કંપનીએ અને એની જવાબદારી જેવું જ મારી પાસે પેપર આવશે હું મીડિયાની સામે અહીંયા આપી દઈશ. જો મને રાઇટિંગમાં નહીં આપે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું, જો નહીં આપે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇન-લીગલી રીતે કે કાયદેસર રીતે મને કંપનીએ ઠગ્યો છે એવું હું અહીંયા કોર્ટમાં સાબિત કરીશ. આ વીડિયો ચૈતરભાઈ માટે બનાવેલો છે ખાસ એના માટે, જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે. "

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now