Home National Cbse Class 12 Re Evaluation Portal Cyber Attack Attempts 2026

CBSEનું પુનર્મૂલ્યાંકન પોર્ટલ હેક કરવાનો પ્રયાસ? : 16 હજારથી વધુ અરજીઓ વચ્ચે બોર્ડે આપી મોટી સ્પષ્ટતા

CBSE
Published by: Viral Patel
Last Updated: Jun 02, 2026, 11:39 AM IST

CBSE બોર્ડનું રી-ઇવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) પોર્ટલ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. ત્યારથી અત્યાર સુધીમાં આશરે 16 હજારથી વધુ અરજીઓ આવી ચૂકી છે. પરંતુ આ દરમિયાન બોર્ડે એક મોટો દાવો કર્યો છે. CBSE એ જણાવ્યું કે 12મા ધોરણની ઉત્તરવહીઓના રી-ઇવેલ્યુએશન માટેના અરજી પોર્ટલને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ટેકનિકલ સમસ્યાઓ આવી રહી છે.

માંજલપુરના MLA યોગેશ પટેલના નિધનથી ભાજપમાં શોકની લાગણી : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી સંવેદના

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 12મા ધોરણના રી-ઇવેલ્યુએશન માટેનું અરજી પોર્ટલ 2 જૂનથી એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. જોકે, તેમ છતાં વિદ્યાર્થીઓ અરજી ન કરી શકતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ દરમિયાન બોર્ડે મોટો દાવો કરતા કહ્યું છે કે તેના પોર્ટલને હેક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. CBSE તેની સાયબર સિક્યોરિટી ટીમ પાસેથી મળેલી માહિતીના આધારે જણાવી રહ્યું છે કે તાજેતરમાં થયેલો હુમલો 'ડિનાયલ ઓફ સર્વિસ' (DoS) પ્રકારનો હતો, જેના કારણે માત્ર 2 મિનિટમાં 15 લાખ હિટ્સ આવ્યા અને 1 લાખથી વધુ વખત ફાઇલો એક્સેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

પોર્ટલ પર થઈ રહ્યા છે સાયબર હુમલા

સીબીએસઈએ જણાવ્યું છે કે 12મીની કૉપીઓના રી-ઇવેલ્યુએશન માટે હજારો વિદ્યાર્થીઓએ 2 જૂને અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન સાયબર હુમલાઓનો મારો ચલાવીને સેવાઓ ખોરવવાનો (રદ કરવાનો) પ્રયાસ કરવામાં આવ્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે આ તાજેતરનો હુમલો ‘ડિનાયલ ઓફ સર્વિસ’ હતો.

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં વિવાદ : પડકાર સામે પડકાર; વિરોધીઓને દરબારમાં આવવાનું આમંત્રણ

16,000 અરજીઓ આવી

આ દરમિયાન બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે રી-ઇવેલ્યુએશન માટે શરૂ કરાયેલું પોર્ટલ હાલમાં એકસાથે 8,000થી વધુ યુઝર્સને સપોર્ટ કરી રહ્યું છે. બોર્ડે વધુમાં જણાવ્યું કે 2 જૂને બપોરે 3 વાગ્યા સુધીમાં 16 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રી-ઇવેલ્યુએશન માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.

પ્લેટફોર્મને વધુ સારું બનાવવામાં આવ્યું

બોર્ડે માહિતી આપતાં કહ્યું કે વિદ્યાર્થીઓના ફીડબેકના આધારે અમે પ્લેટફોર્મને વધુ બહેતર બનાવ્યું છે. પ્રક્રિયાને વધુ સરળ અને અનુકૂળ બનાવવા માટે તેમાં સેશનનો સમય વધારવાનો પણ સમાવેશ થાય છે.

વડોદરા માંજલપુરના ધારાસભ્યનું નિધન : યોગેશ પટેલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now