Home National Cbse Class 10 Result 2026 Declared Check Online Marksheet Pass Percentage

CBSE ધોરણ-10નું પરિણામ જાહેર : 93.6% વિદ્યાર્થીઓ પાસ, દીકરીઓએ ફરી બાજી મારી; જાણો ઓનલાઇન માર્કશીટ ચેક કરવાની રીત

CBSE Class 10 Result
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 11:49 AM IST

CBSE Class 10 Result: CBSE બોર્ડ દ્વારા આજે ધોરણ-10ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાંથી આશરે 26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 93.6 ટકા વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઈટ ઉપરાંત વિવિધ એપ્સ દ્વારા પણ પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. મહત્વની વાત એ છે કે બોર્ડે બિનજરૂરી સ્પર્ધા ટાળવા માટે સત્તાવાર ટોપર લિસ્ટ જાહેર કર્યું નથી, પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને મેરિટ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

દીકરીઓનું શાનદાર પ્રદર્શન: શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીશક્તિનો દબદબો

આ વર્ષના પરિણામમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે દીકરીઓએ દીકરાઓ કરતા વધુ સારા ટકા મેળવીને સફળતા હાંસલ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓનો પાસ ટકાવારી રેશિયો ઘણો ઊંચો રહ્યો છે. શાળાઓમાં પણ દીકરીઓના શ્રેષ્ઠ ગુણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાલીઓ અને શિક્ષકો આ સફળતાને દીકરીઓ માટે વધતી જતી શૈક્ષણિક જાગૃતિ તરીકે જોઈ રહ્યા છે.

વેબસાઈટ ન ખુલે તો શું કરવું? ડિજિટલ માર્કશીટ મેળવવાની રીત

ઘણીવાર પરિણામ જાહેર થતાની સાથે જ વેબસાઈટ પર લાખો વિદ્યાર્થીઓનો ધસારો રહે છે, જેના કારણે સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં CBSE એ વિદ્યાર્થીઓને ડિજિલોકર (DigiLocker) અને ઉમંગ (UMANG) એપનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

  • UMANG APP: આ એપ પર સૌથી પહેલા લિંક એક્ટિવ કરવામાં આવી છે, જેના પરથી ડિજિટલ માર્કશીટ તાત્કાલીક મેળવી શકાય છે.

  • DigiLocker: વિદ્યાર્થીઓ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગઈન કરીને કાયમી દસ્તાવેજ તરીકે માર્કશીટ સાચવી શકે છે.

આ પણ વાંચો: https://offbeatstories.in/news/high-voltage-drama-invadodara-vandalism-and-clash-in-mamlatdars-office-2853950866

પરિણામ જોવા માટેના સરળ સ્ટેપ્સ

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in અથવા cbse.gov.in પર લોગ-ઓન કરો.

  2. હોમપેજ પર 'Secondary School Examination (Class X) 2026' લિંક પર ક્લિક કરો.

  3. તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી (ID) દાખલ કરો.

  4. વિગતો સબમિટ કરતાની સાથે જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

  5. ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ-આઉટ કાઢી લેવી હિતાવહ છે.

ઓછા ગુણ આવ્યા હોય તો ચિંતા કરશો નહીં: 'સેકન્ડ એક્ઝામ'ની તક

જે વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં નાપાસ થયા છે અથવા જેમને અપેક્ષા કરતા ઓછા ગુણ મળ્યા છે, તેમના માટે બોર્ડે સુવર્ણ તક આપી છે. CBSE આગામી 15 મે, 2026 થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ’ (પુરક પરીક્ષા) નું આયોજન કરશે. આ માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, જેથી વિદ્યાર્થીઓ પોતાનું વર્ષ બગાડ્યા વગર ફરીથી મહેનત કરીને સફળ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now