Home Gujarat Canada Highway 69 Accident Anand Divyakumar Patel Death

કેનેડામાં ગોઝારો અકસ્માત : ડિગ્રી લેવા જઈ રહેલા આણંદના પાટીદાર યુવકનું કરૂણ મોત, કારમાં સવાર અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દિવ્યકુમાર પટેલ
Published by: Viral Patel
Last Updated: Jun 11, 2026, 11:52 AM IST

Canada News: વિદેશની ધરતી પર ઉજ્જવળ ભવિષ્ય ઘડવાના સપના સાથે ગયેલા ગુજરાતી યુવાનો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હોવાની વધુ એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મૂળ આણંદ જિલ્લાના ઓડ શહેરના વતની અને હાલ આણંદ ખાતે રહેતા ૨૧ વર્ષીય યુવાન દિવ્યકુમાર પટેલનું કેનેડામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. પુત્ર ઉચ્ચ શિક્ષણ મેળવીને ડિગ્રી લેવા જઈ રહ્યો હતો, તે જ સમયે કાળ ભેટી જતાં વતનમાં રહેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

કોલેજ જતા સમયે કાળનો પંજો ત્રાટક્યો

મળતી વિગતો અનુસાર, મૂળ ઓડ શહેરના પૂર્ણિમા ચોકના વતની અને હાલ આણંદમાં સ્થાયી થયેલા કિરણભાઈ કનુભાઈ પટેલના ૨૧ વર્ષીય પુત્ર દિવ્યકુમાર પટેલ કેનેડામાં અભ્યાસ અર્થે ગયા હતા. ગત ૯ જૂન, ૨૦૨૬ના રોજ દિવ્યકુમાર પોતાની કાર લઈને કોલેજમાં ડિગ્રી મેળવવા માટે ઉત્સાહભેર નીકળ્યા હતા. આ દરમિયાન કેનેડામાં ફ્રેન્ચ નદી નજીક આવેલા હાઈવે ૬૯ પર તેમની કારને એક ગંભીર અકસ્માત નડ્યો હતો.

ગુજરાત જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2026 : 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત, જાણો સમગ્ર પ્રોસેસ

બે મિત્રો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાતા

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને દિવ્યકુમારનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ કારમાં દિવ્યકુમાર સાથે તેમના અન્ય બે મિત્રો પણ સવાર હતા. અકસ્માતને પગલે બંને મિત્રોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમે તાત્કાલિક ધોરણે બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

એક બાજુ દીકરો કેનેડા જેવા દેશમાં ભણી-ગણીને ડિગ્રી મેળવવાનો હતો, જેથી પરિવારમાં ખુશી અને ગર્વનો માહોલ હતો. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. દીકરાની ડિગ્રી મેળવવાની આ અણમોલ ક્ષણ અચાનક કાયમી શોકમાં ફેરવાઈ ગઈ છે.

નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર! : અમદાવાદ ટ્રાફિક બ્રિગેડમાં 526 જગ્યાઓ માટે ભરતી શરૂ, જાણો કેવી રીતે કરશો અરજી

સમગ્ર પંથકમાં અરેરાટી

૨૧ વર્ષના આશાસ્પદ યુવકના અકાળે અને આકસ્મિક અવસાનના સમાચાર આણંદ અને ઓડ ખાતે રહેતા તેમના સગા-સંબંધીઓ સુધી પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. વિદેશમાં દીકરા ગુમાવનારા માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now