Home Gujarat Gujarat Gyan Sahayak Primary Recruitment 2026 Apply Online

ગુજરાત જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2026 : 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત, જાણો સમગ્ર પ્રોસેસ

Gyan Sahayak Recruitment 2026
Published by: Viral Patel
Last Updated: Jun 11, 2026, 11:40 AM IST

Gyan Sahayak Recruitment 2026: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ તેમજ આશ્રમશાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોની અછત દૂર કરવા માટે 'જ્ઞાન સહાયક (પ્રાથમિક)' ભરતીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે.

ભરતીની મુખ્ય વિગતો અને મહત્વની તારીખો

  1. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતી માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.

  2. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 11 જૂન 2026 (બપોરે 2:00 વાગ્યાથી)

  3. અરજી કરવાની છેલ્લી તારીખ: 17 જૂન 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

શૈક્ષણિક લાયકાત

જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી અનિવાર્ય છે..

  • 1. ધોરણ 1 થી 5 માટે: ઉમેદવાર TET-1 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

  • 2. ધોરણ 6 થી 8 માટે: ઉમેદવાર TET-2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

વય મર્યાદા અને માનદ વેતન

  • વય મર્યાદા: અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વય 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.

  • માનદ વેતન: પસંદગી પામેલા જ્ઞાન સહાયકને માસિક રૂપિયા 21,000 ફિક્સ માનદ વેતન આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયાના મહત્વના મુદ્દાઓ

  • જિલ્લાની પસંદગી: ઉમેદવારે સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન માત્ર એક જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે.

  • મેરિટ યાદી: જિલ્લાવાર મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદી (Waiting List) તૈયાર કરવામાં આવશે.

  • દસ્તાવેજ ચકાસણી: મેરિટમાં આવતા ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી (Document Verification) ફરજિયાત રહેશે. મૂળ દસ્તાવેજોમાં વિસંગતતા જણાશે તો ઉમેદવારી રદ થઈ શકે છે.

  • કરારનો સમયગાળો: આ નિમણૂક માત્ર 11 માસના કરાર આધારિત રહેશે.

  • જો કોઈ ઉમેદવાર ખોટી માહિતી અથવા નકલી દસ્તાવેજો રજૂ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી જરૂરી છે. આ ભરતી પ્રક્રિયા અંગે સરકારનો નિર્ણય અંતિમ અને સર્વોપરી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now