રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસિસ (RITES) લિમિટેડે એપ્રેન્ટિસ તાલીમ કાર્યક્રમ માટે 2025-26ના નાણાકીય વર્ષ માટે કુલ 252 એપ્રેન્ટિસ પદોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ નેશનલ એપ્રેન્ટિસ તાલીમ સ્કીમ (NATS) અને નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ (NAPS) દ્વારા આયોજિત થશે. આ તક ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI કેટેગરીના યુવાનો માટે ખુલ્લી છે, જેમાં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વિના મેરિટ આધારે પસંદગી કરવામાં આવશે. જાણો વિગતવાર માહિતી.
કઈ જગ્યાઓ ઉપલબ્ધ છે?
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: 146 જગ્યાઓ
(BE/B.Tech/B.Arch અથવા BA/B.Com/BBA/B.Sc/BCA જેવા નોન-એન્જિનિયરિંગ સ્નાતકો માટે)
ડિપ્લોમા એપ્રેન્ટિસ: 49 જગ્યાઓ
(3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા જરૂરી)
ટ્રેડ એપ્રેન્ટિસ (ITI): 57 જગ્યાઓ
(માન્ય ITI ડિગ્રીવાળા ઉમેદવારો)
લાયકાત અને મિનિમમ માર્ક્સ
ગ્રેજ્યુએટ: 4 વર્ષની એન્જિનિયરિંગ અથવા 3 વર્ષની નોન-એન્જિનિયરિંગ ડિગ્રી
ડિપ્લોમા: 3 વર્ષનો ફુલ-ટાઇમ એન્જિનિયરિંગ ડિપ્લોમા
ITI: માન્ય સંસ્થામાંથી ITI પાસ
મિનિમમ માર્ક્સ: General/EWS: 60%
SC/ST/OBC(NCL)/PwBD: 50%
પસંદગી પ્રક્રિયા: બિલકુલ સરળ!
કોઈ પરીક્ષા નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં!
ફક્ત મેરિટ લિસ્ટ માર્કશીટના આધારે તૈયાર થશે.
સ્ટાઇપેન્ડ: આકર્ષક પગાર!
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: ₹14,000/મહિને
ડિપ્લોમા એપ્રેન્ટિસ: ₹12,000/મહિને
ટ્રેડ એપ્રેન્ટિસ (ITI): ₹10,000/મહિને
અરજી કેવી રીતે કરવી?
સત્તાવાર વેબસાઇટ પર જાઓ
rites.com Career/Recruitment સેક્શનમાં Apprentice Recruitment 2025ની નોટિફિકેશન ખોલો.
સંપૂર્ણ નોટિફિકેશન વાંચીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરો.
બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.
અંતિમ તારીખ: 5 ડિસેમ્બર, 2025આ તક ચૂકશો નહીં! RITES જેવી સરકારી સંસ્થામાં પ્રેક્ટિકલ અનુભવ અને સ્ટાઇપેન્ડ સાથે કારકિર્દીની મજબૂત શરૂઆત કરવાની આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અરજી કરો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો!



















