ગૃહ મંત્રાલયના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સુરક્ષા સહાયક અને જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર પછી, આ વખતે સહાયક સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ-II/ટેક (ACIO ગ્રેડ 2 ટેક) ની 258 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓમાં કમ્પ્યુટર સાયન્સ અને આઇટીમાં 90 જગ્યાઓ અને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં 168 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી માટે 25 ઓક્ટોબરથી અરજીઓ કરી શકાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2025 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો mha.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
અહેવાલો અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યુરોની આ નવી ભરતીમાં કુલ ખાલી જગ્યાઓમાંથી 114 જગ્યાઓ બિન-અનામત છે. 21 જગ્યાઓ EWS માટે, 68 OBC માટે, 37 SC માટે અને 18 ST માટે અનામત છે. ફક્ત માન્ય GATE 2023, 2024, અથવા 2025 સ્કોર ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર રહેશે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ GATE 2023 અથવા 2024 અથવા 2025 માં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન (GATE કોડ: EC) અથવા કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (GATE કોડ: CS) માં ક્વોલિફાઇંગ કટ-ઓફ માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ, સાથે:
i. ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં BE અથવા B.Tech;
કે પછી
ii. ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિક્સની સાથે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન સાથે સાઇન્સમાં માસ્ટર ડિગ્રી; અથવા કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર ડિગ્રી.
વય મર્યાદા- 18 વર્ષથી 27 વર્ષ SC/ST કેટેગરીને મેક્સિમમ ઉંમરમાં છૂટમાં 5 વર્ષ અને OBCને 3 વર્ષની છૂટ મળશે.
પગાર - ધોરણ 7 (રૂ. 44,900 – 1,42,400)
પસંદગી- કુલ ખાલી જગ્યાઓના 10 ગણા ઉમેદવારોને તેમના GATE સ્કોરના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.


















