બેંકમાં નોકરી શોધી રહેલા લોકો માટે આ એક મોટી અપડેટ છે. કેનેરા બેંક ટૂંક સમયમાં એપ્રેન્ટિસ પદો માટેની અરજી પ્રક્રિયા બંધ કરશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3,500 પોસ્ટ ભરવામાં આવશે. અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર, 2025 છે. અંતિમ તારીખ ખૂબ નજીક છે, તેથી જો તમે હજુ સુધી અરજી કરી નથી, તો ઓફિશિયલ વેબસાઇટ www.canarabank.bank.in પર જઈને તાત્કાલિક અરજી કરો.
લાયકાત
અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોની ઉંમર 1 સપ્ટેમ્બર 2025 ના રોજ ગણવામાં આવશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનામાં ભરતી માટે લાયકાત અને શૈક્ષણિક લાયકાત તપાસવાની સલાહ આપવામાં આવે છે.
સ્ટાઇપેન્ડ
ઉમેદવારોને દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
અરજી ફી
SC/ST/PWBD કેટેગરી - મફત
અન્ય કેટેગરી - 600 રૂપિયા
ભરતી માટે આ રીતે કરો એપ્લાય
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ canarabank.bank.in પર જાઓ.
આ બાદ હોમ પેજ પર આપેલા કરિયર લિન્ક પર ક્લિક કરો.
આ બાદ તમને ભરતી લિન્ક પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ Click here for New Registration પર ક્લિક કરીને પોતાની ડિટેલ્સ ભરો.
આ બાદ એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દો.
ભવિષ્ય માટે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ કાઢી લો.