AIIMS નાગપુરમાં વિવિધ સિનિયર રેસિડેન્ટ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. જો તમે ડૉક્ટર છો અને AIIMS માં કામ કરવાનું સપનું જુએ છે, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ ઓપ્શન છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ નાગપુરમાં સિનિયર રેસિડેન્ટ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કુલ 73 પદો માટે કરવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમે 14 ઓક્ટોબર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.
કુલ 73 જગ્યાઓમાંથી, વિવિધ શ્રેણીઓ માટે અનામત સ્થાપિત કરવામાં આવી છે. આમાં સામાન્ય શ્રેણી માટે 20, OBC માટે 23, SC માટે 14, ST માટે 8 અને EWS માટે 8 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ માટે પસંદગી થવા પર, ઉમેદવારોને માસિક ₹67700 નો પગાર મળશે, જેનો અર્થ છે કે તેમને સારા પગારની સાથે કાયમી, સન્માનજનક નોકરી પણ મળશે.
લાયકાત
અરજી કરવા માટે ઉમેદવાર કોઈ પણ માન્ય સંસ્થાથી મેડિકલમાં પોસ્ટગ્રેજ્યુએટ (PG) ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, સાથે જ નયુક્તિ પહેલાઉમેદવારનું નામ NMC, MCI, MMC કે DCI માં રજીસ્ટર હોવું જોઈએ.
વય મર્યાદા
આ પોસ્ટ પર અરજી કરવા માટે મેક્સિમમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવી છે જોકે, આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટ પણ આપવામાં આવશે. SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે, OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
કેટલી છે ફી
આ પોસ્ટ પર અરજી કરવા માટે ફી આપવાની રહેશે. જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે 500 રૂપિયા, SC/ST ઉમેદવારો માટે 250 રૂપિયા આપવાના રહેશે.
કેવી રીતે કરવી અરજી?
સૌથી પહેલા ઉમેદવારને ઓફિશિયલ વેબસાઇટ aiimsnagpur.edu.in પર જવાનું રહેશે.
આ બાદ તમારે હોમ પેજ પર આપેલી અરજી લિન્ક પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ બાદ તમાર લૉગ ઇન કરીને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
હવે તમે એપ્લિકેશન ફોર્મને ચેક કરીને પોતાની ફી જમા કરાવી શકો છો.
આ બાદ તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂર માટે પ્રિન્ટ કાઢી લો.