જો તમે પણ ધોરણ 11 કે 12 ના વિદ્યાર્થી છો અને બોર્ડ 2026 ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો તમારી માટે એક મોટું અપડેટ છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ધોરણ 11 અને 12 ના વિભિન્ન વિષયો માટે ફ્રી કોર્સ આપે છે. ઇકોનોમિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બિઝનેસ સ્ટડીઝ, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, એકાઉન્ટ્સ અને બાયોલોજી સહિત વિભિન્ન વિષયો પર ફ્રી કોરસેઝ સ્વયં (SWAYAM) પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ કોર્સ બોર્ડ પરીક્ષાઓમાં સામેલ થતાં વિદ્યાર્થીઓને સારી રીતે તૈયારી કરવા ખૂબ જ મદદ કરશે.
ધોરણ 11 માટે કયા કયા વિષયોના કોર્સ છે.
એકાઉન્ટ્સ, બાયોલોજી, બિઝનેસ સ્ટડીઝ, કેમેસ્ટ્રી, ઇકોનોમિક્સ, ભૂગોળ, ફિઝિક્સ, સાઇકોલૉજી, સોશિયલોજી.
આ તમામ વિષયો પર કોર્સનો સમય 25 અથવાડિયાનો છે. કોર્સ માટે વિદ્યાર્થી 22 સપ્ટેમ્બર 2025 થી અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2025 છે. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 2 માર્ચ 2026 એ સમાપ્ત થશે અને પરીક્ષા 3 માર્ચ 2026 એ આયોજિત કરવામાં આવશે. આ તમામ કોર્સ NCERT ની ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવશે. કોર્સને ચેપ્ટરમાં વહેચવામાં આવ્યા છે.
ધોરણ 12 માટે કયા કયા વિષયોના કોર્સ છે.
અંગ્રેજી, મેથેમેટિક્સ, બાયોલોજી, બિઝનેસ સ્ટડીઝ, કેમેસ્ટ્રી, ઇકોનોમિક્સ, ભૂગોળ, ફિઝિક્સ, સાઇકોલૉજી, સોશિયલોજી.
આ તમામ વિષયોના કોર્સની સમયમર્યાદા 24 અઠવાડિયાની છે. કોર્સની મદદથી વિદ્યાર્થીઓને સબ્જેક્ટ અને સિલેબસને સમજવામાં સરળતા રહેશે. કોર્સ માટે વિદ્યાર્થી 22 સપ્ટેમ્બર 2025 થી અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 2 માર્ચ 2026 એ સમાપ્ત થશે અને પરીક્ષા 3 માર્ચ 2026 એ આયોજિત કરવામાં આવશે. આ તમામ કોર્સ NCERT ની ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવશે. કોર્સને ચેપ્ટરમાં વહેચવામાં આવ્યા છે.
જો કોર્સમાં સામેલ થતાં વિદ્યાર્થી ફાઇનલ ઍસેસમેન્ટમાં 60% કે તેનાથી વધુ મેળવે છે તો તેમણે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બોર્ડ પરીક્ષામાં સામેલ થતાં વિદ્યાર્થીઓ પાસે તમામ વિષયો અને તેમના અભ્યાસક્રમને સરળતાથી સમજીને પરીક્ષા આપવામાં ખૂબ જ મદદ મળશે.