જો તમે કમ્પ્યુટર અને ટેકોનોલૉજીના ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છો છો, તો તમારી માટે સારો મોકો છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ પ્રોજેક્ટ એન્જિનિયર, સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર, પ્રોજેક્ટ સપોર્ટ સ્ટાફ અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી સંપૂર્ણ રીતે ઓનલાઈન માધ્યમે થશે અને આમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. અરજી પ્રક્રિયા 1 ઓકટોબરથી શરૂ થઈ ગઈ છે. અને ઇચ્છુક ઉમેદવાર 20 ઓકટોબર 2025 સુધી ઓફિશિયલ વેબસાઇટ carers.cdac.in પર અરજી કરી શકે છે.
કુલ પોસ્ટ
આ ભરતીના માધ્યમે કુલ 103 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પ્રોજેક્ટ એન્જિનિયર માટે 50 પોસ્ટ, સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર/પ્રોજેક્ટ લીડ/ મોડ્યુલ લીડ માટે 25 પોસ્ટ, PM/પ્રોજ મેનેજર/નોલેજ પાર્ટનર માટે 5 પોસ્ટ અને પ્રોજેક્ટ સપોર્ટ સ્ટાફ માટે 23 પોસ્ટ ઉપલબ્ધ છે.
લાયકાત અને અનુભવ
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech. અથવા સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં, વિજ્ઞાન/કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં અનુસ્નાતક ડિગ્રી અથવા સંબંધિત વિષયમાં M.E./M.Tech./PhD ધરાવતા ઉમેદવારો પણ પાત્ર છે. પ્રોજેક્ટ સપોર્ટ સ્ટાફ માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. પોસ્ટના આધારે, ઉમેદવારો પાસે 3 થી 15 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. પ્રોજેક્ટ એન્જિનિયર માટે, 0 થી 4 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
વય મર્યાદા અને પગાર
ઉમેદવારની ઉંમર 30 થી 50 વર્ષ સુધી પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવી છે. પસંદિત ઉમેદવારોને પોસ્ટ અનુસાર વાર્ષિક પેકેજ 4.49 લાખથી લઈને 22.9 લાખ રૂપીયા સુધી મળશે.
પસંદગી પ્રક્રિયા અને ફી
C-DAC ભરતીમાં પસદંગી શોર્ટલિસ્ટિંગ અને ઇંટરવ્યૂના આધારે હશે. આ ભરતી માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
આ રીતે અરજી કરો
સૌથી પહેલા C-DAC ની ઓફિશિયલ વેબસાઇટ careers.cdac.in પર જાઓ.
પોતાની ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી લૉગિન કરો.
રજીસ્ટ્રેશન બાદ તામને એક રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
લૉગિન કર્યા બાદ માંગેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
પોતાની લેટેસ્ટ રંગીન ફોટોગ્રાફ (400KB સુધી) અને રિઝ્યુમ (500KB સુધી) અપલોડ કરો.
અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને ભવિષ્ય માટે સાચવી રાખો.