Home Education/Career Apply Online For Ongc Apprentice Recruitment

ONGC એપ્રેન્ટિસ ભરતી માટે અરજીની તારીખ લંબાવાઇ! : જાણો લાયકાત, વય મર્યાદા અને સ્ટાઇપેન્ડ વિશેની માહિતી

ONGC એપ્રેન્ટિસ ભરતી માટે અરજીની તારીખ લંબાવાઇ!
Published by: OBS Bureau
Last Updated: Nov 10, 2025, 06:17 AM IST

ONGC Apprentice Recruitment 2025 Apply Online: ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એ એપ્રેન્ટિસ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2,623 પદો ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો હવે ઓફિશિયલ વેબસાઇટ, ongcindia.com ની મુલાકત લઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 16 ઓક્ટોબર 2025 ના રોજ શરૂ થઈ હતી. હવે અંતિમ તારીખ 17 નવેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

લાયકાત

દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય છે. ઉમેદવારો 10 મુ પાસ, ITI પાસ અથવા સ્નાતક હોવા જોઈએ. ઉમેદવારોને અરજી કરતાં પહેલા ઓફિશિયલ સૂચનામાં ભરતી માટે લાયકાત અને શૈક્ષણિક લાયકાત તપાસવાની સલાહ આપવામાં આવે છે.

વય મર્યાદા

ઉમેદવારો માટે લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહતમ વય મર્યાદા 24 વર્ષ છે. ઉમેદવારોની ઉંમર 6 નવેમ્બર 2025 ના રોજ ગણવામાં આવશે. SC અને ST ના ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદા છૂટ આપવામાં આવશે, અને OBC ના ઉમેદવારોને 3 વર્ષની વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. PWD ના ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

સ્ટાઇપેન્ડ

ગ્રેજયુએટ એપ્રેન્ટિસ - 12,300 રૂપિયા

ત્રણ વર્ષનો ડિપ્લોમા - 10,900 રૂપિયા

ટ્રેડ એપ્રેન્ટિસ (10 મી/12 મી) - 8,200 રૂપિયા

ટ્રેડ એપ્રેન્ટિસ (એક વર્ષનો ITI ટ્રેડ) - 9,600 રૂપિયા

ટ્રેડ એપ્રેન્ટિસ (બે વર્ષનો ITI ટ્રેડ) - 10,560 રૂપિયા

ભરતી કેવી રીતે કરવી?

સૌપ્રથમ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ ongcindia.com ની મુલાકાત લેવાની રહેશે.

આ પછી તમારે હોમ પેજ પર આપેલ એપ્લિકેશન લિન્ક પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે પોતાને રજીસ્ટર કરાવવું પડશે.

આ પછી તમારે લૉગ ઇન કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે.

હવે અરજી ફોર્મ તપાસો.

આ પછી, અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેનું પ્રિન્ટઆઉટ લો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now