પંજાબ નેશનલ બેંક લોકલ બેંક ઓફિસર (LBO) ની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ સ્વીકારી રહી છે. સત્તાવાર સૂચના અનુસાર, કુલ 750 લોકલ બેંક ઓફિસર જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 નવેમ્બરથી શરૂ થઈ હતી. આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 નવેમ્બર, 2025 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
કેટલો મળશે પગાર?
આ જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 48,480 થી રૂ. 85,920 આપવામાં આવશે.
વય મર્યાદા
અરજી કરવા માટે લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ છે. SC અને ST ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ, OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ અને વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી અને અન્ય નિર્ધારિત પાત્રતા માપદંડો હોવા આવશ્યક છે.
કેવી રીતે થશે પસંદગી
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્ક્રીનીંગ ટેસ્ટ, સ્થાનિક ભાષા કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 150 બહુવિધ-પસંદગીના પ્રશ્નો હશે જેમાં રિઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ડેટા એનાલિસિસ, અંગ્રેજી અને સામાન્ય જાગૃતિ જેવા વિષયોમાંથી 150 ગુણ હશે. દરેક ખોટા જવાબ માટે એક ચતુર્થાંશ ગુણનું નેગેટિનવ માર્કિંગ હશે. લેખિત પરીક્ષામાં લાયક બનવા માટે, સામાન્ય અને EWS ઉમેદવારોએ 40 ટકા ગુણ મેળવવા આવશ્યક છે, અને અનામત શ્રેણીના ઉમેદવારોએ 35 ટકા ગુણ મેળવવા આવશ્યક છે. લેખિત પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોને સ્ક્રીનીંગ ટેસ્ટ માટે આમંત્રિત કરવામાં આવશે.
અરજી ફી
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, સામાન્ય ઉમેદવારો માટે અરજી ફી 1,180 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે SC, ST અને અપંગ ઉમેદવારો માટે, અરજી ફી 59 રૂપિયા નક્કી કરવામાં આવી છે.



















